
અમદાવાદ,27 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, રિવરફ્રન્ટ પર ટુ-વ્હીલર અકસ્માતમાં સગીર ભાઈ-બહેનના કરૂણ મોત થયા.
પાલડીમાં રહેતા ભાઇ-બહેન ટુ-વ્હીલર પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રિવરફ્રન્ટ પર અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું, જેના કારણે વાહન બેકાબૂ બનીને રોડ પરના લાઈટના થાંભલા સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું.
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અત્યંત ચોંકાવનારા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા 17 વર્ષનો કાવ્ય મહેતા અને 14 વર્ષની તેની બહેન જૈના મહેતાનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, પાલડી વિસ્તારમાં રહેતા કાવ્ય મહેતા અને તેમની બહેન જૈના મહેતા પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રિવરફ્રન્ટ પર અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું, જેના કારણે વાહન બેકાબૂ બનીને રોડ પરના લાઈટના થાંભલા સાથે જોરદાર ધડાકાભેર અથડાયું હતું.
એમ ડિવિઝન પોલીસના જણાવ્યા અનુસાર, બન્ને ભાઇ-બહેન નવરંગપુરા ઓફિસથી ઘરે જઇ રહ્યા હતા, તે સમયે સામબરમીત રિવરફ્રેન્ટ (W) પોલીસ સ્ટેશનથી આશરે 50 મીટર દૂર અકસ્માત સર્જાયો હતો.
પોલીસ અનુસાર, બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા અને સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન ડાબી સાઇડના સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે અથડાઇ હતી. અકસ્મતાને પગલે કાવ્યનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ જૈના મહેતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ