વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ નિમિતે ભાવનગરને રાષ્ટ્રીય ગૌરવ, Don't Cut the Corner અભિયાનને સ્વચ્છ ભારત મિશનનું સમર્થન
ભાવનગર, 27 જુલાઈ (હિ.સ.)વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ નિમિતે ભાવનગર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શહેરના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી દ્વારા ચલાવવામાં આવતું Don''t Cut the Corner અભિયાનને PMO, CMO તથા સ્વચ્છ ભારત મિશનનું સત્તાવાર સમર્થન મળ
સ્વછતા અંગે માહિતી આપતા ડૉ.


ભાવનગર, 27 જુલાઈ (હિ.સ.)વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ નિમિતે ભાવનગર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. શહેરના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી દ્વારા ચલાવવામાં આવતું Don't Cut the Corner અભિયાનને PMO, CMO તથા સ્વચ્છ ભારત મિશનનું સત્તાવાર સમર્થન મળ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્લાસ્ટિકના પેકેટના ખૂણા કાપીને ખુલ્લામાં અથવા ગટરમાં ફેંકવાની આદત સામે જનજાગૃતિ લાવવાનો છે.

ડૉ. તેજસ દોશીએ છેલ્લા ઘણા વર્ષોથી પ્લાસ્ટિક મુક્તિ, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે સતત કામગીરી કરી છે. તેમના પ્રયાસોના પરિણામે 300થી વધુ શાળા-કોલેજોમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમજ 300થી વધુ રહેણાંક સોસાયટીઓમાં 1 લાખથી વધુ નાગરિકો સુધી આ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.

અભિયાનનો સંદેશ માત્ર કચરો ક્યાં ફેંકવો એટલો જ નથી, પરંતુ કચરો કેવી રીતે ફેંકવો તે અંગે પણ લોકોને જવાબદાર બનાવવાનો છે. પ્લાસ્ટિકના નાના ટુકડાઓ ગટર વ્યવસ્થા અવરોધે છે તેમજ પશુ-પક્ષીઓ માટે જીવલેણ બની શકે છે. તેથી પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ પર્યાવરણ અને જીવદયા બંને માટે જરૂરી છે.

ડૉ. તેજસ દોશી દ્વારા અગાઉ Cotton Bag Campaign, Plastic Recycling, Eco Bricks અને Don't Use Tissue Paper જેવા અનેક પર્યાવરણલક્ષી અભિયાનો પણ સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા છે.

સ્વચ્છ ભારત મિશનનું મળેલું સત્તાવાર સમર્થન આ અભિયાનને દેશવ્યાપી ઓળખ અપાવશે. ડૉ. તેજસ દોશીએ નાગરિકોને અપીલ કરી છે કે, પેકેટનો કોર્નર નહીં કાપીએ, પ્લાસ્ટિકનો કચરો ખુલ્લામાં નહીં ફેંકીએ અને સ્વચ્છ, સુંદર તથા પ્લાસ્ટિકમુક્ત ભાવનગરના નિર્માણમાં સહભાગી બનીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande