
ભાવનગર,27 જુલાઈ (હિ.સ.)ભાવનગર ખાતે એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ, ગુજરાત (AOPG) ના Presidential Action Plan 2025–26 અંતર્ગત K3 – Kids Kidney K'onnect મોડ્યુલનું સફળ આયોજન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ વેલ્ફેર (AOPW), ભાવનગર દ્વારા IMA હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાવનગર સહિત આસપાસના વિસ્તારોના બાળરોગ નિષ્ણાતો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ (PG Residents) અને તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળ કિડનીના સામાન્ય તેમજ જટિલ રોગોના સમયસર નિદાન અને આધુનિક સારવાર અંગે વિવિધ નિષ્ણાતોએ વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું. ડૉ. મેહુલ એમ. ગોસાઈએ સ્વાગત અને કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ ડૉ. અંશુમાન સાહાએ UTI માટેની નવી માર્ગદર્શિકા, ડૉ. રાશિ ગુપ્તાએ Red Urine વિષયક કેસ આધારિત અભિગમ, ડૉ. મહિપાલ ખંડેલવાલે Antenatal Hydronephrosis, ડૉ. અંકુર કોઠારીએ Nephrotic Syndrome અને ડૉ. કિન્નરી વાળાએ Acute Kidney Injury (AKI) અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ Peritoneal Dialysis Workshop રહ્યું, જેમાં નિષ્ણાત ફેકલ્ટીએ પ્રાયોગિક તાલીમ અને હેન્ડ્સ-ઓન અનુભવ કરાવ્યો હતો. કાર્યક્રમને AOPG ના વિવિધ હોદ્દેદારો અને માર્ગદર્શકોનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. Chief Program Incharge તરીકે ડૉ. અંકુર કોઠારી અને Zonal Program Incharge તરીકે ડૉ. મહિપાલ ખંડેલવાલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
AOPW ભાવનગરના પ્રમુખ ડૉ. મેહુલ એમ. ગોસાઈના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમે સફળ આયોજન કર્યું હતું. કાર્યક્રમના અંતે તમામ ફેકલ્ટી, ઉપસ્થિત તબીબો, વિદ્યાર્થીઓ અને સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા બાળ કિડનીના રોગોના સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત તબીબી શિક્ષણને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA