જામનગર શહેર અને લાલપુર તાલુકાના અપીયા ગામમાં 11 શખ્સો જુગાર રમતા ઝડપાયા
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી બે અલગ-અલગ કાર્યવાહીમાં કુલ 11 શખ્સો ઝડપાયા છે. લાલપુર તાલુકાના અપીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો ઝડપાયો હતો, જ્યારે જામનગર શહેરના વાંબે આવાસ વિસ
જુગાર


જામનગર, 28 જુલાઈ (હિ.સ.) જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી બે અલગ-અલગ કાર્યવાહીમાં કુલ 11 શખ્સો ઝડપાયા છે. લાલપુર તાલુકાના અપીયા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો ઝડપાયો હતો, જ્યારે જામનગર શહેરના વાંબે આવાસ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘોડીપાસાના જુગાર પર દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને બનાવોમાં મળીને રૂ.1.54 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.પ્રથમ બનાવમાં લાલપુર તાલુકાના અપીયા ગામના પાદર વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે તીન પત્તી રોન પોલીસ નામનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં કાર્યવાહી કરતા લખમણ ભીમશીભાઈ નંદાણીયા, પરબત પભાભાઈ રાઠોડ, રણમલ અજાભાઈ જોગલ અને જેઠા હમીરભાઈ લાખોત્રા જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.1,970ની રોકડ અને ગંજીપત્તાના પાનાં કબજે કરી ગુજરાત જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે બે આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 135(1) મુજબ નોટિસ આપવામાં આવી હતી.બીજી કાર્યવાહીમાં જામનગર શહેરના વાંબે આવાસ બ્લોક નં.2 નજીક જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા પાડી અસલમ અબ્બાસભાઈ બાબવાણી, નવસાદ વલીમામદભાઈ સુધાગુનીયા સુમરા, જાવેદ જુનુસભાઈ સુંભાણીયા વાઘેર, સામળા કારાભાઈ સઠીયા ગઢવી, ફિરોજ કાદરભાઈ સોહરવર્દી ફકીર, કાદરઅબ્બાસભાઈ બાબવાણી સુમરા અને રહીમ જુસબભાઈ બાબવાણી સુમરાને ઝડપી પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી રૂ.17,850ની રોકડ, બે ઘોડીપાસા, બે મોટરસાયકલ અને 7 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,52,850નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande