
નવસારી, 01 ઓગસ્ટ (હિ.સ.) : નવસારી
જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાંથી પસાર થતાં ટેમ્પોને 11 કે.વી.નો જીવંત વીજતાર અડી જતાં સર્જાયેલી દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર હળપતિ
પરિવારના ત્રણ શ્રમજીવી યુવાનોના પરિવારજનોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે સહાયના
ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
જેમાં કલ્પેશ અરૂણભાઈ હળપતિ (ઉં.વ. 27) ના પરિવારને રૂ.5.20 લાખ , નીતિન વિનોદભાઈ હળપતિ (ઉં.વ. 32)ના પરિવારને રૂ.5 લાખ.અને જીગર નીતિનભાઈ હળપતિ (ઉં.વ. 21)ના પરિવારને રૂ. 5.54 લાખની સહાય આપી હતી.
ગંભીર અકસ્માતમાં દુઃખદ મૃત્યુ થયા હતા.
આજે મંત્રીઓએ દિવંગત શ્રમજીવીઓના પરિવારજનોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને
આ કઠિન તેમજ દુઃખની ઘડીમાં ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના
પાઠવી હતી. મંત્રીઓએ હોસ્પિટલમાં સારવાર હેઠળના ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ અને ત્વરિત
સારવાર મળે તે માટે સંબંધિત આરોગ્ય અધિકારીઓ અને વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી
હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે