જામનગરમાં પટેલ પાર્કમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો
જામનગર, 28 જુલાઈ (હિ.સ.) જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં દારૂના નશામાં જાહેરમાં હોબાળો મચાવી રહેલા એક યુવક સામે સિટી એ ડિવિઝન પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, ફરિયાદી પોતાની બહેન રીટાબા વિજયસિંહ વાળાના પટેલ પાર્ક શેરી નં
ધરપકડ


જામનગર, 28 જુલાઈ (હિ.સ.) જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં દારૂના નશામાં જાહેરમાં હોબાળો મચાવી રહેલા એક યુવક સામે સિટી એ ડિવિઝન પોલીસમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, ફરિયાદી પોતાની બહેન રીટાબા વિજયસિંહ વાળાના પટેલ પાર્ક શેરી નં.10 ખાતે બપોરના સમયે હાજર હતા. તે દરમિયાન એક અજાણ્યો યુવક દારૂના નશામાં ત્યાં આવી જોરજોરથી બોલાચાલી કરવા લાગ્યો હતો. પરિવારજનોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ફરિયાદી સાથે પણ ઝઘડો શરૂ કર્યો હતો.બનાવ અંગે બપોરે આશરે 3:15 વાગ્યે 112 પર ફોન કરવામાં આવતા જનરક્ષક મોબાઇલની ટીમ સ્થળ પર પહોંચી હતી. જનરક્ષક પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ભરત બાબુલાલ બારોટ જામનગરહોવાનું જણાવ્યું હતું.પોલીસે તેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવી પંચોની હાજરીમાં તપાસ કરતાં તેની આંખો લાલચોળ હતી, શરીરનું સમતોલન જાળવી શકતો ન હતો અને દારૂ પીધાની સ્પષ્ટ અસર જણાતી હતી. પરમીટ માંગતા તેની પાસે કોઈ પરમીટ ન હોવાનું બહાર આવતાં પોલીસે તેની સામે પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)બી અને 85(1) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande