07 ઓગસ્ટથી દર શુક્રવારે વેરાવળથી પ્રયાગરાજ માટે ચાલશે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
ભાવનગર,28 જુલાઈ (હિ.સ.) યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ–પ્રયાગરાજ–વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર ટ્રેન ઑન ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડની મંજૂરી અનુસાર આ વિશેષ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર
07 ઓગસ્ટથી દર શુક્રવારે વેરાવળથી પ્રયાગરાજ


ભાવનગર,28 જુલાઈ (હિ.સ.) યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ–પ્રયાગરાજ–વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર ટ્રેન ઑન ડિમાન્ડ (TOD) સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડની મંજૂરી અનુસાર આ વિશેષ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં કુલ આઠ-આઠ ફેરા માટે સંચાલિત કરવામાં આવશે.

ટ્રેન નંબર 04174 વેરાવળ–પ્રયાગરાજ સ્પેશિયલ દર શુક્રવારે રાત્રે 22:00 વાગ્યે વેરાવળથી પ્રસ્થાન કરશે અને રવિવારે સવારે 05:50 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 04173 પ્રયાગરાજ–વેરાવળ સ્પેશિયલ દર ગુરુવારે સવારે 10:10 વાગ્યે પ્રયાગરાજથી પ્રસ્થાન કરીને બીજા દિવસે સાંજે 18:15 વાગ્યે વેરાવળ પહોંચશે.

આ ટ્રેન 06 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર, 2026 સુધી પ્રયાગરાજથી તથા 07 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર, 2026 સુધી વેરાવળથી ચાલશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર તથા જનરલ કોચ ઉપલબ્ધ રહેશે.

માર્ગમાં આ વિશેષ ટ્રેન જૂનાગઢ, નવાગઢ, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંક્શન, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ આગરા જંક્શન, ટૂંડલા જંક્શન, ઇટાવા જંક્શન, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 04174 માટે ટિકિટ બુકિંગ 30 જુલાઈ, 2026 (ગુરુવાર)થી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે.

મુસાફરોને ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને કોચ રચના અંગેની વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande