પી.જી.વી.સી.એલ વેરાવળ હેઠળની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરના નંબર પ્રસિદ્ધ ટોલ ફ્રી નંબર થકી વીજ ગ્રાહકો સીધો સંપર્ક કરી ઝડપી ફરિયાદ નોંધાવી શકશે
સોમનાથ,28 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના વિભાગીય કચેરી, વેરાવળ હેઠળ આવતા વિવિધ વિસ્તારોના વીજ ગ્રાહકોની સુવિધા માટે અને વીજ પુરવઠામાં વિક્ષેપ પડે ત્યારે ઝડપી ફરિયાદ નિવારણ માટે અથવા કોઈ અણબનાવ અંગે જાણ કરવા ફોલ્ટ સેન્
પી.જી.વી.સી.એલ વેરાવળ હેઠળની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરના નંબર પ્રસિદ્ધ ટોલ ફ્રી નંબર થકી વીજ ગ્રાહકો સીધો સંપર્ક કરી ઝડપી ફરિયાદ નોંધાવી શકશે


સોમનાથ,28 જુલાઈ (હિ.સ.) પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના વિભાગીય કચેરી, વેરાવળ હેઠળ આવતા વિવિધ વિસ્તારોના વીજ ગ્રાહકોની સુવિધા માટે અને વીજ પુરવઠામાં વિક્ષેપ પડે ત્યારે ઝડપી ફરિયાદ નિવારણ માટે અથવા કોઈ અણબનાવ અંગે જાણ કરવા ફોલ્ટ સેન્ટર અને કોર્પોરેટ ઓફિસના નંબરો પ્રસિદ્ધ કરાયાં છે.

ગ્રાહકોની સુવિધા માટે વીજળી સંબંધિત કોઈ પણ ફરિયાદ માટે વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના 02876-222102, 02876-222002 અને 9687633787 નંબર, જી.આઈ.ડી.સી. પેટા વિભાગીય કચેરી, પ્રભાસ પાટણના 02876-232360 અને 9687633792, પ્રભાસ પાટણ પેટા વિભાગીય કચેરીના 02876-231870 અને 9687633790 નંબર પર સંપર્ક કરી શકશે.

ઉપરાંત, તાલાલા પેટા વિભાગીય કચેરીના 02877-222247 અને 9687633796, પ્રાંચી પેટા વિભાગીય કચેરીના 02876-284333 અને 9687633794, આંકોલવાડી પેટા વિભાગીય કચેરીના 9687633798 તેમજ સુત્રાપાડા પેટા વિભાગીય કચેરીના 02876-264100 અને 9687633781 નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

ગ્રાહકો નિગમીત કચેરી, રાજકોટ (ટોલ-ફ્રી) ફોલ્ટ સેન્ટર નંબર: 19122 અથવા 1800 233 155333 પર તેમજ વોટ્સએપ (WhatsApp) દ્વારા ફરિયાદ માટે: +91 95120 19122 પીજીવીસીએલના સેન્ટ્રલ કસ્ટમર કેર પર પણ પોતાની ફરિયાદ સીધી નોંધાવી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande