અમદાવાદમાં ચાંદખેડામાં મહિલાના અને વાડજમાં યુવકના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ફરાર
અમદાવાદ,28 જુલાઇ (હિ.સ.) શહેરમાં રોજબરોજ સોનાની ચેન ખેંચવાના બનાવો વધી રહ્યા છે. એક બનાવ ચાંદખેડામાં બન્યાઓ જેમાં બાપુનગરમાં રહેતા અનિતા જયસ્વાલ નામના મહિલા તેમના ફુઆ સસરાનું અવસાન થતા ચાંદખેડામાં મરણ પ્રસંગે જઈ રહ્યા હતા. અનિતાબેન તેમના પતિ સા
અમદાવાદમાં ચાંદખેડામાં મહિલાના અને વાડજમાં યુવકના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ફરાર


અમદાવાદ,28 જુલાઇ (હિ.સ.) શહેરમાં રોજબરોજ સોનાની ચેન ખેંચવાના બનાવો વધી રહ્યા છે. એક બનાવ ચાંદખેડામાં બન્યાઓ જેમાં બાપુનગરમાં રહેતા અનિતા જયસ્વાલ નામના મહિલા તેમના ફુઆ સસરાનું અવસાન થતા ચાંદખેડામાં મરણ પ્રસંગે જઈ રહ્યા હતા. અનિતાબેન તેમના પતિ સાથે એક્ટિવા પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે પહોંચ્યા ત્યારે ટુ વ્હીલર પર બે શખસ આવ્યા હતા. જેમાં પાછળ બેસેલા શખસે અનિતાબેનના ગળામાંથી સોનાની એક લાખની ચેઈન ખેંચી લીધો હતો. જે બાદ ટુ વ્હીલર પૂરઝડપે લઈ ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે અનિતાબેને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજો બનાવ વાડજ વિસ્તારમાં ચાલવા નીકળેલા યુવકના ગળામાંથી સોનાની ચેઈન તોડી બે બાઈકસવાર શખસ ફરાર થઈ ગયા હતા. નવા વાડજના પ્રકાશદીપ એપાર્ટમેન્ટમાં રહેતા દર્શન શાહે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ તેમનો પુત્ર શ્લોક ઘરેથી જમ્યા બાદ ચાલવા નીકળ્યો હતો. ત્યારે નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા બે શખસે તેના ગળામાંથી સોનાની ચેઈન તોડી પલાયન કરી ગયા હતા. વાડજ પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande