મહેસાણા જિલ્લામાં માતા અને બાળ મરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ના અધ્યક્ષસ્થાને માતા અને બાળ મરણ (Maternal and Child Death Review) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં MCDR કમિટીના સભ્યો, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સં
મહેસાણા જિલ્લામાં માતા અને બાળ મરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ


મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO)ના અધ્યક્ષસ્થાને માતા અને બાળ મરણ (Maternal and Child Death Review) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં MCDR કમિટીના સભ્યો, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન માતા અને બાળ મરણના નોંધાયેલા કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. આવા કેસોના કારણોનું વિશ્લેષણ કરીને ભવિષ્યમાં માતા અને નવજાત શિશુના મૃત્યુદર ઘટાડવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન સમયસર આરોગ્ય તપાસ, ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભાઓની ઓળખ, સુરક્ષિત પ્રસૂતિ અને નવજાત શિશુની યોગ્ય સંભાળ જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા તેમજ માતા અને બાળ આરોગ્યના સૂચકાંકોમાં સુધારો લાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી આયોજનબદ્ધ કામગીરી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande