મહેસાણા DIET ખાતે પ્લાનિંગ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), મહેસાણા ખાતે પ્લાનિંગ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2025-26ના એન્યુઅલ વર્ક પ્લાન (AWP) અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. તે
મહેસાણા DIET ખાતે પ્લાનિંગ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ


મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), મહેસાણા ખાતે પ્લાનિંગ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2025-26ના એન્યુઅલ વર્ક પ્લાન (AWP) અંતર્ગત હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2026-27 માટેના આયોજન, તાલીમ કાર્યક્રમો અને શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે અમલમાં મૂકાનાર વિવિધ પહેલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

બેઠક દરમિયાન શિક્ષક તાલીમ, નવી શૈક્ષણિક નીતિના અસરકારક અમલીકરણ, શૈક્ષણિક નવીનતા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની ભાવિ યોજનાઓ અંગે સભ્યોએ સૂચનો રજૂ કર્યા હતા. આગામી વર્ષના કાર્યક્રમો વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તે માટે જરૂરી આયોજન અને સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અંતે તમામ સંબંધિત અધિકારીઓ અને સભ્યોએ શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો લાવવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande