સાંથલ ગામે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો માટે તાલીમ યોજાઈ
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સાંથલ ગામ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી, મહેસાણા દ્વારા બાગાયતી પાકો, પ્રાકૃતિક ખેતી અને સહાયલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં ખેડૂતોન
સાંથલ ગામે બાગાયતી અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો માટે તાલીમ યોજાઈ


મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સાંથલ ગામ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી, મહેસાણા દ્વારા બાગાયતી પાકો, પ્રાકૃતિક ખેતી અને સહાયલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં ખેડૂતોને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો, પાણીના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઉત્પાદન વધારવા માટેની આધુનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓની માહિતી આપીને ખેડૂતોને સમયસર અરજી કરી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરી પાક વ્યવસ્થાપન અંગે તકનીકી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક એચ.એસ. પ્રજાપતિ, બાગાયત અધિકારી એચ.જે. ચૌધરી, બાગાયત મદદનીશ એચ.કે. બારોટ, બાગાયત નિરીક્ષક એચ.એન. પટેલ, કેવીએકે ખેરવાના વૈજ્ઞાનિક ડો. રોશનીબેન કે. બારડ, આત્મા વિભાગના નિલમબેન પ્રજાપતિ તેમજ ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી મનોજભાઈ સહિત વિવિધ વિભાગોના તજજ્ઞોએ ખેડૂતોને વિષયલક્ષી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande