વિશ્વ હેપેટાઇટિસ ડે નિમિત્તે મહેસાણા જનરલ હોસ્પિટલમાં પોસ્ટર પ્રદર્શન યોજાયું
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) વિશ્વ હેપેટાઇટિસ ડેની ઉજવણીના ભાગરૂપે 28 જુલાઈના રોજ જનરલ હોસ્પિટલ, મહેસાણા ખાતે હેપેટાઇટિસ અંગે જનજાગૃતિ લાવવા માટે પોસ્ટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને હેપેટાઇટિસ રોગ, તેના લક્ષણ
વિશ્વ હેપેટાઇટિસ ડે નિમિત્તે મહેસાણા જનરલ હોસ્પિટલમાં પોસ્ટર પ્રદર્શન યોજાયું


મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) વિશ્વ હેપેટાઇટિસ ડેની ઉજવણીના ભાગરૂપે 28 જુલાઈના રોજ જનરલ હોસ્પિટલ, મહેસાણા ખાતે હેપેટાઇટિસ અંગે જનજાગૃતિ લાવવા માટે પોસ્ટર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને હેપેટાઇટિસ રોગ, તેના લક્ષણો, ફેલાવાના કારણો, બચાવના ઉપાયો અને સમયસર નિદાન અંગે માહિતગાર કરવાનો હતો.

પોસ્ટર પ્રદર્શન દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને હેપેટાઇટિસથી બચવા માટે સ્વચ્છતા જાળવવા, સુરક્ષિત રક્ત ચઢાવવું, સ્વચ્છ સોયનો ઉપયોગ કરવો, રસીકરણ કરાવવું અને સમયસર તબીબી તપાસ કરાવવાની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ હેપેટાઇટિસ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે નાગરિકોને હેપેટાઇટિસ વિશે જાણીએ, બચાવના ઉપાયો અપનાવીએ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનીએ તેવી અપીલ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande