મહેસાણામાં ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગની સઘન કામગીરી, 14 મેડિકલ કેમ્પમાં 250 દર્દીઓને સારવાર, 58 હજારથી વધુ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગ
મહેસાણામાં ચોમાસા દરમિયાન આરોગ્ય વિભાગની સઘન કામગીરી: 14 મેડિકલ કેમ્પમાં 250 દર્દીઓને સારવાર, 58 હજારથી વધુ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ


મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 14 મેડિકલ કેમ્પ યોજાયા, જેમાં 250 દર્દીઓને સ્થળ પર જ સારવાર અને જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે જિલ્લામાં 26,381 ક્લોરીનેશન આર.સી. ટેસ્ટ કર્યા હતા, જેમાં 167 સ્થળોએ ક્લોરીનની ઉણપ જણાતાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવાયા હતા. નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે 58,289 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 43 પાણીના લીકેજ શોધી તેનું સમારકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં ઝાડાના 604, ઝાડા-ઉલ્ટીના 23, શરદી-ખાંસીના 10,568 અને તાવના 30,780 કેસમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ડિહાઇડ્રેશનથી બચાવવા માટે 1,690 ઓ.આર.એસ. પેકેટોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશન, ફોગિંગ, એન્ટી-લાર્વલ કામગીરી અને સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ સતત ચાલી રહી છે. સાથે જ નાગરિકોને ઉકાળેલું અથવા ક્લોરીનેટેડ પાણી પીવા, સ્વચ્છતા જાળવવા અને તાવ કે ઝાડા-ઉલ્ટી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande