પાટણ પોલીસે 10 વર્ષથી ફરાર કરોડોની ઠગાઈનો આરોપી પાટણથી ઝડપી પાડયો.
પાટણ, 28 જુલાઈ (હિ.સ.)પાટણ પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી નાગોરી ઈમરાનખાન મોહમદખાનને શહેરના નીલમ સિનેમા નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે વર્ષ 2016માં ભરૂચ અને વડોદરામાં GPID એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા. આરોપીએ
પાટણ પોલીસે 10 વર્ષથી ફરાર કરોડોની ઠગાઈનો આરોપી પાટણથી ઝડપી પાડયો.


પાટણ, 28 જુલાઈ (હિ.સ.)પાટણ પોલીસે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી નાગોરી ઈમરાનખાન મોહમદખાનને શહેરના નીલમ સિનેમા નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે વર્ષ 2016માં ભરૂચ અને વડોદરામાં GPID એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા.

આરોપીએ તેના સાગરીતો સાથે મળીને 2013થી 2015 દરમિયાન ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ નામની કંપની બનાવી હતી. કંપની મારફતે ફિક્સ ડિપોઝિટમાં ઊંચા વ્યાજની લાલચ આપી ભરૂચના હાંસોટ અને વડોદરા વિસ્તારમાં લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવવામાં આવી હતી.

ડિપોઝિટની મુદત પૂર્ણ થયા બાદ રોકાણકારોને નાણાં પરત આપવાને બદલે કંપની બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ભરૂચ હાંસોટ પોલીસ અને CID ક્રાઈમમાં વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુના નોંધાયા હતા.

પાટણ LCBને મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી તેને પાટણ શહેર એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે. કેસની મુખ્ય તપાસ CID ક્રાઈમ ગાંધીનગર દ્વારા ચાલી રહી હોવાથી આગળની કાર્યવાહી માટે તેમને જાણ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande