સરદારધામ જીપીબીઓ અને યુવા સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
પાટીદાર ઇન્ટરનેશનલ કન્વેન્શન 2027''ના આયોજનની કમાન યુવા ટીમને સોંપાઈ ઇન્ટરનેશનલ કન્વેન્શન આશરે 5.60 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં યોજાશે પ્રમુખસેવક ગગજી સુતરીયાએ યુવા શક્તિ પર વિશ્વાસ મૂકી ''ઇન્ટરનેશનલ કન્વેન્શન 2027ની જવાબદારી સોંપી ભરૂચ
સરદારધામ જીપીબીઓ અને યુવા સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


સરદારધામ જીપીબીઓ અને યુવા સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


સરદારધામ જીપીબીઓ અને યુવા સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


સરદારધામ જીપીબીઓ અને યુવા સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


પાટીદાર ઇન્ટરનેશનલ કન્વેન્શન 2027'ના આયોજનની કમાન યુવા ટીમને સોંપાઈ

ઇન્ટરનેશનલ કન્વેન્શન આશરે 5.60 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં યોજાશે

પ્રમુખસેવક ગગજી સુતરીયાએ યુવા શક્તિ પર વિશ્વાસ મૂકી 'ઇન્ટરનેશનલ કન્વેન્શન 2027ની જવાબદારી સોંપી

ભરૂચ 28 જુલાઈ (હિ.સ.)

ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન અને યુવા સંગઠનની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક તાજેતરમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ ગઈ હતી. આ બેઠકમાં સંસ્થાના ભવનદાતા સીએ વી.વી. પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીપીબીઓ અને યુવા સંગઠનની કોર ટીમના સભ્યોએ દેશ અને દુનિયાના વિવિધ ઝોનમાંથી પ્રત્યક્ષ હાજરી આપી હતી, જ્યારે અનેક સભ્યો ઓનલાઈન માધ્યમથી જોડાઈને પોતાના મૂલ્યવાન સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા.

2027ના મહાકુંભ માટે યુવા શક્તિ સજ્જ છે.

બેઠકના અંતે સંસ્થાના પ્રમુખસેવક ગગજી સુતરીયાએ આગામી 'ઇન્ટરનેશનલ કન્વેન્શન 2027ના સફળ અને ભવ્ય આયોજન માટે યુવા શક્તિ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સમગ્ર આયોજનની સક્રિય નેતૃત્વ અને તમામ મુખ્ય જવાબદારીઓ યુવા ટીમના શિરે સોંપવાની મહત્વની જાહેરાત કરી હતી.

8, 9 અને 10 જાન્યુઆરી, 2027 દરમિયાન અમદાવાદ ખાતે યોજાનાર આ ઇન્ટરનેશનલ કન્વેન્શન આશરે 5.60 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં યોજાશે. વિશ્વભરના પાટીદાર સમાજને એક મંચ પર લાવનાર આ કન્વેન્શન સમાજજીવનમાં નવા આયામો સ્થાપિત કરનાર ઐતિહાસિક અવસર બનશે.

વૈશ્વિક સ્તરે ઐતિહાસિક બનાવવાનો સંકલ્પ

ગગજી સુતરીયાએ તમામ ઉપસ્થિત સભ્યો અને યુવાનોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે કન્વેન્શનનો મુખ્ય હેતુ સમાજના સર્વાંગી કલ્યાણ, યુવા શક્તિના વિકાસ, વૈશ્વિક સ્તરે પાટીદાર સમાજની એકતા મજબૂત બનાવવી, વિવિધ કલ્યાણકારી યોજનાઓનું લોન્ચિંગ તેમજ 'વિઝન 2047' ને સાકાર કરવા માટે સમાજને એક નવી દિશા અને ગતિ પ્રદાન કરવાનો છે.

સૌ સભ્યો પરસ્પર ટીમભાવના, સુવ્યવસ્થિત આયોજન અને સેવા ભાવના સાથે કાર્ય કરે. બેઠકમાં કન્વેન્શનના આયોજન, સ્થળ, વિવિધ કાર્યક્રમોની રૂપરેખા, વ્યવસ્થાપન અને સફળ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આપણે સૌએ સાથે મળીને આ કન્વેન્શનને વૈશ્વિક સ્તરે અવિસ્મરણીય, યાદગાર અને ઐતિહાસિક બનાવવાનો દ્રઢ સંકલ્પ કરવાનો છે.

આ બેઠકમાં ઉપસ્થિત તમામ યુવા પ્રતિનિધિઓ અને કોર ટીમના સભ્યોએ સોંપાયેલી જવાબદારીઓને ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી અને 2027ના ઇન્ટરનેશનલ કન્વેન્શનને સફળ બનાવવા માટે અત્યારથી જ આયોજનબદ્ધ રીતે કાર્યરત થવાની કટિબદ્ધતા દર્શાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande