નવ મહિનાથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી છોટાઉદેપુર પેરોલ-ફર્લો શાખાના હાથે ઝડપાયો
છોટાઉદેપુર , 28 જુલાઈ (હિ.સ.) વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં, છેલ્લા નવ મહિનાથી ફરાર આરોપીને છોટાઉદેપુર પેરોલ-ફર્લો શાખાએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીને પકડવ
આરોપી


છોટાઉદેપુર , 28 જુલાઈ (હિ.સ.) વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં, છેલ્લા નવ મહિનાથી ફરાર આરોપીને છોટાઉદેપુર પેરોલ-ફર્લો શાખાએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરાર આરોપીને પકડવાના અભિયાન અંતર્ગત પેરોલ-ફર્લો સ્કવોડના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ તખતસિંહને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે, ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી ભંગડાભાઈ કાનસિંગભાઈ રાઠવા પોતાના વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.

પકડાયેલા આરોપીની ઓળખ ભંગડાભાઈ કાનસિંગભાઈ રાઠવા, રહે. મોટીસઢલી, જોગદી ફળિયા, તા.-જિ. છોટાઉદેપુર તરીકે થઈ છે. આરોપીને B.N.S.S.-2023ની કલમ 35(1)(J) હેઠળ અટકાયત કરી વધુ કાર્યવાહી માટે ડભોઇ પોલીસને સોંપવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

નવ માસથી ફરાર ડભોઇ પોલીસ સ્ટેશન ના પ્રોહિબિશન કેસનો આરોપી, છોટાઉદેપુર પેરોલ-ફર્લો સ્ક્વોર્ડ દ્વારા ઝડપી પાડ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande