નર્મદા જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક દુરસ્તીકરણ કરતું માર્ગ અને મકાન વિભાગ
- સાગબારા–મહુપાડા નિર્માણાધીન પુલના ડાયવર્ઝન કોઝવેનું તાત્કાલિક સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો રાજપીપળા,28 જુલાઇ (હિ.સ.) નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ રાજપીપળા હસ્તકના કેટલાક માર્
Department urgently repairing roads damaged by rain in Narmada district


Department urgently repairing roads damaged by rain in Narmada district


- સાગબારા–મહુપાડા નિર્માણાધીન પુલના ડાયવર્ઝન કોઝવેનું તાત્કાલિક સમારકામ કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો

રાજપીપળા,28 જુલાઇ (હિ.સ.) નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ રાજપીપળા હસ્તકના કેટલાક માર્ગો પર વરસાદી પાણીના પ્રવાહથી નુકસાન થયું હતું. વરસાદી માહોલમાં નાગરિકોને સુરક્ષિત અને સુવિધાયુક્ત વાહનવ્યવહાર મળી રહે તેમાટે વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દુરસ્તીકરણ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને સાગબારા તાલુકામાં મહુપાડા ખાતે નિર્માણાધીન પુલના ડાયવર્ઝન તરીકે ઉપયોગમાં લેવાતા કોઝવેને ભારે વરસાદના કારણે નુકસાન થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સમારકામ હાથ ધર્યું હતું.કામગીરી પૂર્ણ થતાં વાહનવ્યવહારને ફરીથી સુરક્ષિત રીતે પૂર્વવત્ શરૂ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોને મોટી રાહત મળી છે.

આ ઉપરાંત વિભાગના અધિકારીઓ અને તકનીકી સ્ટાફ દ્વારા ભારે વરસાદમાં અસરગ્રસ્ત માર્ગોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વરસાદના વિરામ બાદ વિભાગ હસ્તકના વિવિધ માર્ગો પર આવેલા નાળા, કલ્વર્ટ તેમજ માર્ગોની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જ્યાં માર્ગોની સપાટી પર કાદવ, માટી અથવા કચરો જમા થયો હતો ત્યાં સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે તેમજ જરૂરી સ્થળોએ પેચવર્ક કરીને માર્ગોને ફરીથી વાહનવ્યવહારલાયક બનાવવામાં આવી રહ્યા છે.

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વરસાદી મોસમ દરમિયાન તેમજ વરસાદ બાદ માર્ગોની

નિયમિત દેખરેખ રાખી જરૂરી જાળવણી કામગીરી સતત કરવામાં આવી રહી છે. વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સુરક્ષિત, સરળ અને સુવિધાયુક્ત મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે.

વિભાગ દ્વારા માર્ગોનું ઝડપી સમારકામ, પેચવર્ક, નાળાઓની સફાઈ અને વરસાદી પાણીના

નિકાલની અસરકારક કામગીરીના પરિણામે વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત્ કરવામાં સફળતા મળી છે.જેના કારણે વરસાદી માહોલમાં જનજીવન પર પડતી અસર ઘટાડવાની સાથે ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનો સંપર્ક પણ અવિરત જળવાઈ રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande