જામનગરના ઝાંખર ગામે યોજાયેલા ‘એન્ટી-સરા કેમ્પ’માં ૧૦૫ ઊંટોનું પરીક્ષણ કરી વિનામૂલ્યે સારવાર અપાઈ
જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : પશુચિકિત્સા દવાખાનું લાલપુર દ્વારા ઝાંખર ગામે ઊંટોમાં થતા ગંભીર રોગોના અટકાયત અને યોગ્ય સારવારના અર્થે ‘એન્ટી-સરા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગામના ઊંટ પાલકોના કુલ ૧૦૫ ઊંટોનું પશુચિકિત્સકોની ટીમ
ઊંટની સારવાર


જામનગર, 29 જુલાઈ (હિ.સ.) :

પશુચિકિત્સા દવાખાનું લાલપુર દ્વારા ઝાંખર ગામે ઊંટોમાં થતા ગંભીર રોગોના અટકાયત અને યોગ્ય સારવારના અર્થે ‘એન્ટી-સરા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ગામના ઊંટ પાલકોના કુલ ૧૦૫ ઊંટોનું પશુચિકિત્સકોની ટીમ દ્વારા ઝીણવટપૂર્વક શારીરિક પરીક્ષણ કરી જરૂરી રસીકરણ અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સરા નિવારણ કેમ્પ અંતર્ગત ઊંટોમાં જોવા મળતા અત્યંત ગંભીર એવા ટ્રિપેનોસોમિયાસિસ રોગ સામે પ્રતિબંધાત્મક સારવાર આપવા સાથે ત્વચાના રોગો તેમજ અન્ય શારીરિક તકલીફોથી પીડાતા ઊંટોની યોગ્ય સારવાર કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પશુચિકિત્સકો દ્વારા ઊંટ પાલકોને પોતાના પશુઓની યોગ્ય સંભાળ, ઋતુગત રોગચાળા સામે રાખવાની સાવચેતી અને પશુ આરોગ્ય વિષયક પૂરતું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

લાલપુર પશુચિકિત્સા વિભાગ દ્વારા ઘરઆંગણે જ પશુપાલન વિષયક આવી ઉત્કૃષ્ટ અને સમયસરની સેવાઓ મળી રહેતા સ્થાનિક ઊંટ પાલકોએ ભારે સંતોષ વ્યક્ત કરી આભાર દર્શાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande