
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાનારામગઢ ગામમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સસેવાની ટીમે સમયસૂચકતા દાખવી રસ્તામાંજ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાતપુત્રીનો જીવ બચાવ્યો હતો.પ્રસૂતા મહિલાને અચાનક પ્રસૂતિની તીવ્રપીડા ઉપડતાં પરિવારજનોએ 108 ઇમરજન્સીસેવાનો સંપર્ક કર્યો હતો.કોલ મળતાં જ બાપોદર 108ની ટીમતાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
મહિલાનીસ્થિતિ ગંભીર હોવાથી અને હોસ્પિટલપહોંચવા માટે પૂરતો સમય ન હોવાથી EMT પુરી ઉલવા અને પાયલોટ મેરુભાઈએપોતાની તાલીમ અને કુશળતાના આધારેએમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવીહતી.પ્રસૂતિ દરમિયાન મહિલાએ સ્વસ્થ પુત્રીનેજન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા અનેનવજાતને પ્રાથમિક સારવાર આપી વધુસારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ સફળ કામગીરી બદલ 108ની ટીમનીસેવાભાવના અને સમયસરની કામગીરીનેપરિવારજનોએ બિરદાવી હતી. જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ કસોટે તથા જિલ્લામેનેજર દર્શક યાદવે પણ ટીમને અભિનંદનપાઠવ્યા હતા.
--
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya