સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા પીપલોદના રાત્રી બજારમાંથી ત્રણ બાળમજૂરોનું કરાયું રેસ્ક્યૂ
સુરત, 29 જુલાઈ (હિ.સ.) બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા અને બાળકોના અધિકારોના રક્ષણ અર્થે સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા મહત્વપૂર્ણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત 28મીએ પીપલોદ સ્થિત રાત્રીબજારની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
રાત્રી બજારમાંથી ત્રણ બાળમજૂરોનું કરાયું રેસ્ક્યૂ


સુરત, 29 જુલાઈ (હિ.સ.) બાળમજૂરીના દૂષણને નાબૂદ

કરવા અને બાળકોના અધિકારોના રક્ષણ અર્થે સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા

મહત્વપૂર્ણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત 28મીએ પીપલોદ સ્થિત

રાત્રીબજારની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં

બાળમજૂરો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સંયુક્ત તપાસ ઝુંબેશમાં શ્રમ

અધિક્ષક, સહાયક શ્રમ

અધિકારી, સુરત મનપાના

કર્મચારીઓ, ફેક્ટરી

નિરીક્ષકો, જિ.બાળ

સુરક્ષા વિભાગ, 1098 ચાઇલ્ડ

હેલ્પલાઇન, 'પ્રયાસ' સંગઠનની ટીમ

જોડાઈ હતી.

તપાસ દરમિયાન પીપલોદ રાત્રી

બજારની ‘હોટલ ઇડલી

યાપા’માંથી 2 બાળકો

અને ‘હોટલ પંજાબી

ચુલ્હા’ માંથી 1 બાળક

કામ કરતા મળી આવ્યા હતા. આ 3 બાળમજૂરો પૈકી એક બાળક મધ્યપ્રદેશ અને બે બાળકો

બિહારના હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. અંદાજિત 16 થી 17 વર્ષની વયના

આ 3 બાળકો છેલ્લા 5 થી 6 મહિનાથી અહીં કામ કરી રહ્યા હતા. તેમની પાસે બપોરે 4.00 વાગ્યાથી મોડી રાત્રે 2.00 વાગ્યા સુધી (દૈનિક 10 કલાક) કામ કરાવાતું હતું. તેના

બદલામાં માસિક રૂ.7,000 થી 10,000 સુધીનો પગાર ચૂકવવામાં આવતો હતો.

સ્થળ પર બાળકોની ઉંમર અંગેના કોઈ

અધિકૃત દસ્તાવેજો કે પુરાવા મળી આવ્યા ન હોવાથી, ટાસ્ક ફોર્સની ટીમે ત્રણેય બાળકોને બાળકલ્યાણ

સમિતિ (CWC) સમક્ષ

રજૂ કરીને કતારગામ સ્થિત પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં આશ્રય અર્થે મોકલી આપવામાં

આવ્યા છે. બાળકોની ઉંમર સંબંધિત આધાર-પુરાવા મેળવ્યા બાદ સંબંધિત હોટલ સંચાલકો

સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande