
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર
પોલીસ અધિક્ષક ભગીરથસિંહ
જાડેજાની સૂચના મુજબ ગેઝેટ પ્રસિદ્ધ તેમજ પોલીસ પકડથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મહત્વપૂર્ણ સફળતામેળવી છે. રાજકોટ તાલુકા પોલીસ
સ્ટેશનના ગુનામાંફરાર આરોપીને
પોરબંદરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જી.સોલંકીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈએ. એ. ડોડીયા અને તેમની ટીમ
પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન
ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમનઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપી પોરબંદર એસટી બસ સ્ટેન્ડ રોડ પર બીએસએનએલકચેરીના ગેટ પાસે હાજર છે. બાતમીના આધારેપોલીસ ટીમે સ્થળ પર પહોંચી કાળા રંગનું અડધી બાંયનું ટી-શર્ટ અને બ્લુ રંગનું પેન્ટ પહેરેલા શંકાસ્પદ યુવકની પૂછપરછ કરી હતી. તેણે પોતાનું
નામ કરણ ભુપેન્દ્રગીરી ગૌસ્વામી ઉર્ફે રવિ
ગોસાઈ હોવાનું જણાવ્યું હતું. તેની ઓળખની
ખાતરી કર્યા બાદ જાણવા મળ્યું કે
તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળના ગુનામાં પોલીસ પકડથી ફરાર હતો. જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)
મુજબ તેની કાયદેસરની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર કાર્યવાહી બાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને ટેલિફોનિક જાણ કરી છે અને આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી સામે અગાઉ પણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકી સહિતના ગુનાઓ તેમજ સુરતના અમરોલી અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ચોરી, મારામારી અને ધમકીના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર
કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ
પીએસઆઈએ. એ. ડોડીયા, એએસઆઈ સુરેશ અરજણભાઈ, હેડકોન્સ્ટેબલ નરેન્દ્ર ત્રિકમભાઈ, ભીમશી પરબતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ
રણજીતસિંહ, સાજનરામશીભાઈ, સુરેશ કીશાભાઈ તેમજ મહિલાપોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન ગીજુભાઈ
સહિતની ટીમે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya