યુવતીને લગ્નની લાલચ આપી, ભાવનગરના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ.
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)ભાવનગરના રહેવાસી ઋષિકેશ કિરીટભાઈ વ્યાસ સામે એક યુવતીએલગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અનેદુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો સાથેમાધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદનોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસેસંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુતપાસ હાથ ધર
યુવતીને લગ્નની લાલચ આપી, ભાવનગરના યુવાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)ભાવનગરના રહેવાસી ઋષિકેશ કિરીટભાઈ વ્યાસ સામે એક યુવતીએલગ્નની લાલચ આપી વિશ્વાસઘાત અનેદુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો સાથેમાધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદનોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસેસંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુતપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ આરોપી ઋષિકેશ વ્યાસે, યુવતીને લગ્ન કરવાનીખાતરી આપીને વિશ્વાસમાં લીધી હતી.ત્યારબાદ જુદા-જુદા દિવસો અને સમયે જુનાગઢની તેમજ રાજકોટની હોટલખાતે લઈ જઈ યુવતીની ઇચ્છા વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ અપ્રાકૃતિક કૃત્ય કર્યું હતું. ઉપરાંતયુવતીના ન્યૂડ ફોટા પાડી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી માનસિક દબાણ ઊભું કર્યું હતું. ફરિયાદમાં આરોપીએ અપશબ્દો બોલીસતત માનસિક ત્રાસ પણ આપ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

યુવતીની ફરિયાદના આધારે માધવપુર પોલીસ સ્ટેશનમાં ઋષિકેશ કિરીટભાઈ વ્યાસ સામે દુષ્કર્મ, ધમકીઅને અન્ય

સંબંધિત ગંભીર કલમોહેઠળ ગુનો

નોંધાયો છે. પોલીસે સમગ્રઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande