પોરબંદરમાં સૈયદ સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર મૌલાના સામે FIR નોંધવાની માંગ
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અને રાણાવાવના રહેવાસી બુખારી ગુલામ નબી અબ્દુલ્લાએ પોરબંદરના અબ્દુલસતાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના સામે પોલીસમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ક
પોરબંદરમાં સૈયદ સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનાર મૌલાના સામે FIR નોંધવાની માંગ


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અને રાણાવાવના રહેવાસી

બુખારી ગુલામ નબી અબ્દુલ્લાએ પોરબંદરના અબ્દુલસતાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના સામે પોલીસમાં લેખિત અરજી આપી છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તા. 20 જુલાઈ, 2026ના રોજ પોરબંદરના તાજુસરીયા હોલ ખાતે યોજાયેલા જાહેર કાર્યક્રમ દરમિયાન સતાર મૌલાનાએ જાહેર મંચ પરથી સમગ્ર સૈયદ જ્ઞાતિ તથા તેમના

પૂર્વજો અંગે અપમાનજનક અને વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ ભાષણનું YouTube ચેનલ “Abdul Sattar Razvi” પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હોવાનું પણ અરજીમાં

જણાવાયું છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે આ નિવેદનોથી સમગ્ર સૈયદ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે તેમજ સમાજમાં વૈમનસ્ય અને શાંતિ ભંગ થવાની સ્થિતિ સર્જાઈ છે. અરજીમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ઇન્ફોર્મેશન

ટેકનોલોજી (IT) એક્ટ હેઠળ ગુનો નોંધી ડિજિટલ પુરાવા જપ્ત કરી તાત્કાલિક FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande