
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રહેતાઅને ઘરકામ કરતા જયાબેન પોપટભાઈ ખુટી
(ઉં.વ. 49)એ સુરતના જયદીપભાઈ રામાણીઅને મૌલી બાબુભાઈ તળાવીયા સામે રૂ.13 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર બનાવ સામે આવ્યો છે.
ફરિયાદ મુજબ, જયાબેનની પુત્રી કૃષ્ણા વધુઅભ્યાસ માટે લંડન જવાની હોવાથી
ક્રેડીલાકંપનીમાંથી એજ્યુકેશન લોન લેવામાં આવી હતી. તે દરમિયાન આરોપી જયદીપભાઈ રામાણીએ પોતે ક્રેડીલા કંપનીનો જવાબદારકર્મચારી હોવાનું જણાવી ફરિયાદી
પરિવારનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે
કંપનીમાં એવી વિશેષ સ્કીમ ચાલી રહી છે કે જો લોનની
કુલ રકમ માંથી 50 ટકાથી વધુ રકમ એક સાથે જમા કરવામાં આવે તો લોનના વ્યાજના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવે છે. આરોપીની આ વાતને સાચી માની ફરિયાદી અને તેમના પરિવારે તેના પર વિશ્વાસ મૂક્યો હતો.nઆરોપીના કહેવા મુજબ ફરિયાદીએ પોતાના બેન્ક ઓફ બરોડા, આદિત્યાણા શાખાના ખાતામાંથી તા. 23 ડિસેમ્બર, 2025ના રોજરૂ.10 લાખ તથા તા. 1 જાન્યુઆરી, 2026ના રોજ રૂ.3 લાખ મળી કુલ રૂ.13 લાખની રકમલોનના હપ્તા ભરવાના નામે ટ્રાન્સફર કરી હતી. જોકે, આ રકમ ક્રેડીલા કંપનીના સત્તાવાર ખાતામાં જમા કરાવવાને બદલે આરોપી સાથે
કામકરતી મૌલી બાબુભાઈ તળાવીયાના એચડીએફસી બેંકના ખાતામાં RTGS મારફતે જમા કરાવવામાં આવી હતી.બાદમાં ફરિયાદીને જાણ થઈ હતી કેક્રેડીલા કંપનીમાં વ્યાજ ઘટાડવા માટે આવી કોઈ સ્કીમ અસ્તિત્વમાં જ નથી. જેથી આરોપીઓએ કંપનીના કર્મચારી તરીકે પોતાની ઓળખ આપી ખોટો વિશ્વાસ ઉભો કરી, છેતરપિંડીપૂર્વક
રૂ.13 લાખ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધા હોવાનું બહાર આવ્યું હતું.
આ સમગ્ર બનાવ અંગે જયાબેન પોપટભાઈ ખુટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતના જયદીપભાઈ રામાણી અને મૌલી બાબુભાઈ તળાવીયા સામે વિશ્વાસઘાત,
છેતરપિંડી અને એકબીજાને મદદગારી કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે નાણાંની
લેવડદેવડ, બેંક ટ્રાન્ઝેક્શન તેમજ આરોપીઓની
ભૂમિકાઅંગે વિગતવાર તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya