પાટણ જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી, ભક્તોએ ગુરુવંદના, પાદુકા પૂજન અને આરતી કરીને આશીર્વાદ મેળવ્યા
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)પાટણ શહેર અને જિલ્લામાં ગુરુપૂર્ણિમા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. વિવિધ મંદિરો, આશ્રમો અને ગુરુગાદીઓ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ ગુરુવંદના, પાદુકા પૂજન અને આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતા. પંચમુખી હ
પાટણ જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી


પાટણ, 29 જુલાઈ (હિ.સ.)પાટણ શહેર અને જિલ્લામાં ગુરુપૂર્ણિમા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. વિવિધ મંદિરો, આશ્રમો અને ગુરુગાદીઓ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ ગુરુવંદના, પાદુકા પૂજન અને આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

પંચમુખી હનુમાન મંદિર, નવીન કાળકા મંદિર, ગોળશેરી સ્થિત પાઠક સાહેબની ગુરુગાદી તેમજ નોરતા ગામના સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુચરણોમાં વંદના કરી ધન્યતા અનુભવી હતી.

ભદ્ર વિસ્તારમાં આવેલા પ્રાચીન દત્તાત્રય મંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત ગુરુદત્તાત્રયના ચરણપાદુકાનો અભિષેક, પૂજન-અર્ચન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું.

આ પાવન પર્વે અનેક દેવસ્થાનોમાં ભંડારાનું પણ આયોજન કરાયું હતું. ઉપરાંત ભાજપ-કોંગ્રેસના આગેવાનો સહિત પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ વિવિધ મંદિરોમાં ગુરુવંદના કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande