


પાટણ, 29 જુલાઈ (હિ.સ.) : યોગાંજલી કેળવણી મંડળ ગણેશપુરા સંચાલિત યોગાંજલી વિદ્યાવિહાર ખાતે આજરોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી પ્રાર્થના મંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ સર્વધર્મ પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુનું મહાત્મ્ય સમજાવતા વક્તવ્યો અને ભજનો રજૂ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે મહર્ષિ શ્રી અરવિંદ ના સાધક અને જાણિતા લેખિકા જ્યોતિબેન થાનકી ની વિશેષ ઉપસ્થિતમાં ઞુરુપૂજન કરવામાં આવ્યું હતુ.
જેમાં યોગાંજલી કેળવણી મંડળના નિયામિકા જીજ્ઞાબેન દવે દ્વારા ઞુરુપૂજનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સર્વ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ઞુરુપૂજન કરવામાં આવ્યું હતુ. આજના દિવસ નાં મહિમા ગાન કરતા ભજન જીજ્ઞાબેન તથા શિક્ષિકા પારૂલબેન દેસાઈ દ્વારા પણ રજૂ કરવામાં આવ્યા હતા પોતાના પ્રેરક વકતવ્યમાં જીજ્ઞાબેન દવે દ્વારા તેમનાં જીવન ધડતરમાં માર્ગદર્શન આપનાર સર્વ માતા રૂપ ગુરુ અને અન્ય ઞુરુઓનુ સ્મરણ તથા યોઞદાન યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી પોતાના આશિર્વાદ વક્તવ્યમાં જ્યોતિબેન થાનકી દ્વારા જીવન માં સાચાં ઞુરુ નાં મહત્વ વિશે પ્રેરક પ્રસંગો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ નાં અંતે સર્વ વિદ્યાર્થીઓ દ્વારા ધ્યાન મંદિર અને યોઞાજલિનાં પ્રેરકબળ એવા વંદનિય રમીલાબેન ગાંધીનાં દશૅન કરી જીવન માં ગુરુના દર્શાવેલા માર્ગ પર ચાલવાના શપથ લીધા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ