અરવડેશ્વર મહાદેવ ગુરુમહારાજના આશ્રમમાં, ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી,
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર સરસ્વતિ નદીના સામે કીનારે અરવડેશ્વર મહાદેવ મંદિર એ પ.પૂ.દેવશંકર બાપા (ગુરૂ મહારાજ)ના આશ્રમમાં આજ રોજ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવાર થી સિદ્ધપુર શહેર /તાલુકા સહિત દુર દુરથી ભક્તો મોટી
અરવડેશ્વર મહાદેવ ગુરુમહારાજના આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી,


અરવડેશ્વર મહાદેવ ગુરુમહારાજના આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી,


પાટણ, 29 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર સરસ્વતિ નદીના સામે કીનારે અરવડેશ્વર મહાદેવ મંદિર એ પ.પૂ.દેવશંકર બાપા (ગુરૂ મહારાજ)ના આશ્રમમાં આજ રોજ ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વહેલી સવાર થી સિદ્ધપુર શહેર /તાલુકા સહિત દુર દુરથી ભક્તો મોટી સંખ્યા ઉપસ્થિત રહી દેવશંકર ગુરુ મહારાજની મૂર્તિના દર્શન ચરણસ્પર્શ ગુરૂ વંદના કરી ધન્યતા અનુભવી હતી,અરવડેશ્વર મહાદેવ અને ચમ્પકેશ્વર મહાદેવ ટ્રસ્ટ મંડળના ગોવિંદભાઈ પંચોલી, વિક્રમભાઈ પંચોલી સહીત નાઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિથી ગુરૂ પાદુકાની પૂજા અર્ચના અને આરતી ઉતારવામાં આવી હતી. સમગ્ર દીવસ દરમિયાન ભારે ભીડ જામી હતી. અહી ગુરૂ મહારાજના દર્શન માટે ભક્તોની અડધો કી.મીથી પણ લાંબી કતારો લાગી હતી. અને ભક્તો માટે સાંજે ભોજન પ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું...

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande