

પોરબંદર , 29 જુલાઈ (હિ.સ.) જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા મહિલા ઓદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 90 થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટેબોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 73 ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા સમગ્ર શિક્ષા અને હિંદુસ્તાન મરિનના નોકરીદાતા પ્રતિનિધિ / મેનેજર હાજર રહેલ હતા. તેઓ દ્વારા તેમના એકમ કે સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભરતીમેળામાં હાજર રહેલ 73 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 06 રોજગાર ઈચ્છુક ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.તદ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલર દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા પ્રધાન મંત્રી ઈન્ટર્નશીપ સ્કીમ, મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya