વાવડી ગામે કોચ્યુમ જ્વેલરી તાલીમનો પ્રારંભ, મહિલાઓને સ્વરોજગાર તરફ પ્રોત્સાહન
ભાવનગર, 29 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વાવડી ગામે મહિલાઓ અને યુવતીઓને સ્વરોજગાર માટે સશક્ત બનાવવાના હેતુથી કોચ્યુમ જ્વેલરી બનાવવાની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપ
મહિલાઓ ને તાલીમ આપવામાં આવી


ભાવનગર, 29 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વાવડી ગામે મહિલાઓ અને યુવતીઓને સ્વરોજગાર માટે સશક્ત બનાવવાના હેતુથી કોચ્યુમ જ્વેલરી બનાવવાની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આધુનિક ડિઝાઇન મુજબ કોચ્યુમ જ્વેલરી બનાવવાની કળા શીખવી તેમને ઘરઆંગણે રોજગારી અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો છે. તાલીમ દરમિયાન જ્વેલરી ડિઝાઇન, મટિરિયલની પસંદગી, ગુણવત્તા જાળવણી, માર્કેટિંગ તેમજ નાના ઉદ્યોગની શરૂઆત અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) તરફથી એ.પી.એમ., આર.એસ.ઈ.ટી.આઈ.ના ડાયરેક્ટર રવિ રંજન, ફેકલ્ટી જયેશભાઈ તેમજ એ.પી.એમ.ટી. વિશાલભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ તાલીમાર્થીઓને મન લગાવી તાલીમ પૂર્ણ કરી કૌશલ્યનો ઉપયોગ સ્વરોજગાર માટે કરવા અનુરોધ કર્યો હતો.

વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં કૌશલ્ય આધારિત તાલીમ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ બની છે. કોચ્યુમ જ્વેલરીની બજારમાં સતત વધતી માંગને ધ્યાનમાં રાખીને આવી તાલીમ મહિલાઓ માટે આવકનું ઉત્તમ સાધન બની શકે છે.

તાલીમાર્થીઓએ પણ આ પ્રકારની ઉપયોગી તાલીમ બદલ આનંદ વ્યક્ત કરી ભવિષ્યમાં પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવાની આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું આયોજન સુચારુ રીતે સંપન્ન થયું હતું અને અંતે તમામ ઉપસ્થિત મહાનુભાવો તથા તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande