નખત્રાણા પોલીસની સતર્ક કામગીરીથી ટ્રક ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સ ઝડપાયા, રૂ.12.15 લાખનો મુદ્દામાલ કબજે
કચ્છ, 29 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લાના નખત્રાણા વિસ્તારમાં બનેલી ટ્રક ચોરીની ઘટનાનો ભેદ પોલીસ દ્વારા ઝડપી અને સુનિયોજિત તપાસના આધારે ઉકેલી લેવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે વધુ એક આરોપીની શોધખોળ હજુ
નખત્રાણા પોલીસે પકડેલ આરોપીઓ


કચ્છ, 29 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લાના નખત્રાણા વિસ્તારમાં બનેલી ટ્રક ચોરીની ઘટનાનો ભેદ પોલીસ દ્વારા ઝડપી અને સુનિયોજિત તપાસના આધારે ઉકેલી લેવામાં આવ્યો છે. આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે વધુ એક આરોપીની શોધખોળ હજુ પણ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલી ટ્રક સહિત કુલ ₹12.15 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને મળેલી ફરિયાદના આધારે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીનો ગુનો નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. વિવિધ તકનીકી પુરાવા, બાતમીદારો પાસેથી મળેલી માહિતી અને સ્થાનિક સ્તરે કરાયેલી તપાસના આધારે પોલીસે એજાજ રમજાન લુહાર, હર્ષદ રમેશ લોંચા અને દિનેશ ઉર્ફે રાહુલ દેવજી પારાધીને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા હિતેશ તુલસીદાસ સોલંકીની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા શોધખોળ ચાલી રહી છે.

તપાસ દરમિયાન આરોપીઓના કબજામાંથી રજિસ્ટ્રેશન નંબર GJ-12-AU-2454 ધરાવતી ટાટા કંપનીની ટ્રક, મહિન્દ્રા સ્કોર્પિયો કાર તેમજ ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹12.15 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા બે આરોપીઓ સામે અગાઉ જુગાર, દારૂબંધી અને મોટર વાહન અધિનિયમ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. જેના કારણે તેમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે અને અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરી નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એએસઆઈ જયંતીભાઈ માજીરાણા, વિરેન્દ્રસિંહ જાડેજા, સબીરઅલી બાયડ, હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી અને મીતકુમાર પટેલ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસની સમયસરની કાર્યવાહીથી ટ્રક ચોરીનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande