અષાઢી પૂર્ણિમાએ ઊંઝા નીજ મંદિરે મા ઉમિયાના દર્શનાર્થે ભક્તોનો ભારે ધસારો
મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) : અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગતજનની શ્રી ઉમિયા માતાજીના નીજ મંદિર, ઊંઝા ખાતે વહેલી સવારથી જ ભક્તોનો વિશાળ ધસારો જોવા મળ્યો હતો. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મ
અષાઢી પૂર્ણિમાએ ઊંઝા નીજ મંદિરે મા ઉમિયાના દર્શનાર્થે ભક્તોનો ભારે ધસારો


મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) : અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગતજનની શ્રી ઉમિયા માતાજીના નીજ મંદિર, ઊંઝા ખાતે વહેલી સવારથી જ ભક્તોનો વિશાળ ધસારો જોવા મળ્યો હતો. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા દર્શન માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દર્શનાર્થે આવેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ અને ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં અન્નપૂર્ણા મિષ્ઠાન ભોજન તિથિના દાતાઓ તેમજ ચા સેવા આપનાર દાતાઓએ સહયોગ આપ્યો હતો.

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવે છે. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.

સંસ્થાન દ્વારા દર્શન વ્યવસ્થા, પ્રસાદ વિતરણ અને અન્ય સેવાઓ શિસ્તબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તોએ સરળતાથી માતાજીના દર્શનનો લાભ લીધો હઅષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગતજનની શ્રી ઉમિયા માતાજીના નીજ મંદિર, ઊંઝા ખાતે વહેલી સવારથી જ ભક્તોનો વિશાળ ધસારો જોવા મળ્યો હતો. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા દર્શન માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દર્શનાર્થે આવેલા તમામ ભક્તો માટે ભોજન પ્રસાદ અને ચાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં અન્નપૂર્ણા મિષ્ઠાન ભોજન તિથિના દાતાઓ તેમજ ચા સેવા આપનાર દાતાઓએ સહયોગ આપ્યો હતો.

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવે છે. મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. સંસ્થાન દ્વારા દર્શન વ્યવસ્થા, પ્રસાદ વિતરણ અને અન્ય સેવાઓ શિસ્તબદ્ધ રીતે સંચાલિત કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તોએ સરળતાથી માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande