એરંડાની આવકમાં ઘટાડો છતાં ભાવ મજબૂત, રાયડો અને રજકા બીમાં પણ સારા ભાવ
મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC) ખાતે આજે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી-વેચાણની કામગીરી સક્રિય રહી હતી. એરંડા, રાયડો, ઘઉં, બાજરી, ગવાર, અજમો અને રજકા બી સહિતની જણસોની આવક નોંધાઈ હતી. એરંડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છ
એરંડાની આવકમાં ઘટાડો છતાં ભાવ મજબૂત, રાયડો અને રજકા બીમાં પણ સારા ભાવ


મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC) ખાતે આજે વિવિધ કૃષિ પેદાશોની ખરીદી-વેચાણની કામગીરી સક્રિય રહી હતી. એરંડા, રાયડો, ઘઉં, બાજરી, ગવાર, અજમો અને રજકા બી સહિતની જણસોની આવક નોંધાઈ હતી. એરંડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ભાવ મજબૂત રહેતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો.

આજે એરંડાની 768 બોરી આવક નોંધાઈ હતી. એરંડાનો ભાવ 20 કિલોદીઠ ₹1393થી ₹1410 રહ્યો હતો. રાયડાની 69 બોરી આવક સામે ભાવ ₹1405થી ₹1485 નોંધાયા હતા. ઘઉંની 58 બોરી આવક સાથે ભાવ ₹475થી ₹541, જ્યારે બાજરીની 26 બોરી આવક સામે ભાવ ₹480થી ₹489 રહ્યા હતા.

ગવારની 34 બોરી આવક નોંધાઈ હતી અને તેના ભાવ ₹980થી ₹1040 રહ્યા હતા. અજમાની 2 બોરી આવક સાથે ભાવ ₹2752 નોંધાયો હતો. રજકા બીની 16 બોરી આવક સામે ₹8020થી ₹8950ના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

વેપારીઓના જણાવ્યા મુજબ બજારમાં ગુણવત્તાયુક્ત માલની માંગ યથાવત હોવાથી એરંડા સહિત કેટલીક કૃષિ પેદાશોના ભાવ મજબૂત રહ્યા છે. આગામી દિવસોમાં હવામાન, આવક અને માંગને આધારે બજારના ભાવમાં વધઘટ જોવા મળી શકે છે. ખેડૂતો પણ બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની ઉપજના વેચાણ અંગે નિર્ણય લઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande