મહેસાણામાં વરસાદના વિરામ બાદ માર્ગ મરામત કામગીરીને વેગ
મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે રાજ્ય ધોરીમાર્ગો તેમજ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના અનેક માર્ગો પર ખાડા અને સપાટીની ક્ષતિઓ સર્જાઈ હતી. વરસાદનું જોર ઘટતાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વા
મહેસાણામાં વરસાદના વિરામ બાદ માર્ગ મરામત કામગીરીને વેગ


મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે રાજ્ય ધોરીમાર્ગો તેમજ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના અનેક માર્ગો પર ખાડા અને સપાટીની ક્ષતિઓ સર્જાઈ હતી. વરસાદનું જોર ઘટતાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા માર્ગોની મરામત કામગીરી ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે.

વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગોનું સર્વેક્ષણ કરીને વધુ વાહનવ્યવહાર ધરાવતા માર્ગોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પેચવર્ક, ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત અને માર્ગોને ફરી વાહનવ્યવહાર માટે સુરક્ષિત બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સ્થળ પર સતત નિરીક્ષણ કરીને કામગીરી ગુણવત્તાસભર અને સમયસર પૂર્ણ થાય તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.

વિભાગના જણાવ્યા મુજબ ઉપલબ્ધ મશીનરી, માનવબળ અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરીને માર્ગોની મરામત ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ માર્ગો પર સતત નજર રાખવામાં આવશે અને જ્યાં વરસાદના કારણે નુકસાન જોવા મળશે ત્યાં તાત્કાલિક મરામત કરવામાં આવશે.

માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે વરસાદી ઋતુ દરમિયાન વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande