ગુરુપૂર્ણિમા પર્વે બગદાણા ધામ ભક્તિમય બન્યું, લાખો ભાવિકોએ પૂ. બજરંગદાસ બાપાના દર્શનનો લાભ લીધો
ભાવનગર,29 જુલાઈ (હિ.સ.) ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગોહિલવાડ પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ બગદાણા ધામ ખાતે સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમમાં વહેલી સવ
બાપા સીતારામ


ભાવનગર,29 જુલાઈ (હિ.સ.) ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગોહિલવાડ પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના પ્રસિદ્ધ બગદાણા ધામ ખાતે સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના ગુરુઆશ્રમમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમગ્ર પરિસર બાપા સીતારામના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.

ગુરુપૂર્ણિમાના દિવસે મંગળા આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ધ્વજા પૂજન અને ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહા રાજભોગ આરતી તેમજ ગુરુ મહિમાનું ગાન અને ગુરુપૂજનના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સંતો અને ભક્તોએ ભાગ લીધો હતો. પૂ. બજરંગદાસ બાપાના આશીર્વાદરૂપ દર્શન કરવા માટે ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભાવિકો બગદાણા ધામ પહોંચ્યા હતા.

આવતા શ્રદ્ધાળુઓ માટે આશ્રમ દ્વારા ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાઈઓ માટે ગોપાલ ગ્રામની ભોજનશાળામાં અને બહેનો માટે નવા રસોડામાં અલગથી પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી સૌને સુવિધાપૂર્વક પ્રસાદનો લાભ મળી શકે.

ગુરુપૂર્ણિમાના કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં આવતા વાહનોને ધ્યાનમાં રાખીને બંને દિશામાં અલગ-અલગ ચાર પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સુચારુ આયોજન અને સેવાભાવના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande