સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિએશનની એક દિવસીય હડતાળ
રાજકોટ,29 જુલાઇ (હિ.સ.) દેશમ ઘણા રાજ્યોમાં હાઈકોર્ટની અલગ અલગ શહેરોમાં બેન્ચ આવેલ છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટને ગુજરાત હાઈકોર્ટની બેન્ચ આપવાની માગ ફરી એકવાર ઉઠી છે. છેલ્લા એક વર્ષથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગ મુકવામાં આવી છે અન
સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિએશનની એક દિવસીય હડતાળ


રાજકોટ,29 જુલાઇ (હિ.સ.) દેશમ ઘણા રાજ્યોમાં હાઈકોર્ટની અલગ અલગ શહેરોમાં બેન્ચ આવેલ છે તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટને ગુજરાત હાઈકોર્ટની બેન્ચ આપવાની માગ ફરી એકવાર ઉઠી છે.

છેલ્લા એક વર્ષથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગ મુકવામાં આવી છે અને રજુઆત પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા એક દિવસની હડતાલ પાડી સરકારને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છના 80 તાલુકાના 5000થી વધુ ગામડાઓ આવેલ છે અને ગુજરાત હાઇકોર્ટમાં 40% લીટીગેશનના કેસ રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાંથી આવેલા છે જેથી હાઇકોર્ટનું ભારણ પણ ઘટશે અને લોકોને ઝડપી ન્યાય પણ મળશે. બીજી તરફ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, કર્ણાટક જેવા રાજ્યોમાં પણ એકથી વધુ હાઇકોર્ટ બેન્ચ આવેલી છે તો ગુજરાત કેમ નહિ તે સવાલ સાથે ભાર પૂર્વક રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત બાર એસોસિએશનના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે એ માટે વર્ષોથી રજુઆત કરવામાં આવી રહી છે અને છેલ્લા એક વર્ષથી ફરી લડત ચલાવવામાં આવી રહી. અગાઉ પણ બેઠક કરવામાં આવી હતી એ રીતે શનિવારે પણ સૌરાષ્ટ્રના અલગ અલગ બાર એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરી આજે 29 જુલાઈ, 2026ના રોજ એક દિવસીય હડતાલનું એલાન કરી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન આજે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી સરકારને આવેદન પત્ર પાઠવી રૂબરૂ લેખિત રજુઆત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં હાઇકોર્ટની બેચથી સૌરાષ્ટ્રના લોકોને સીધો ફાયદો થશે તેવું તમામ બાર એસોસિએશનનું માનવું છે માટે આ લડત મજબૂત રીતે આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છીએ. થોડા દિવસ અગાઉ કાયદામંત્રીને રજુઆત કરવામાં આવી હતી એમને હકારાત્મક અભિગમ રાખ્યો છે. અને આ જ રીતે સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પત્ર લખી લેખિત રજુઆત કરવામાં આવી છે અને આગળ પણ આ જ રીતે રજૂઆતને મજબૂત બનાવી લડત આગળ વધારવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande