સુરત કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
સુરત, 29 જુલાઈ (હિ.સ.) : જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સડક સુરક્ષા મિત્ર પ્રોગામ બાબત
સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક


સુરત, 29 જુલાઈ (હિ.સ.) : જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં સડક સુરક્ષા મિત્ર પ્રોગામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ સલામતી અન્વયે 2025ના બ્લેક સ્પોટસના નિવારણ માટે સબંધિત વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા કલેક્ટરએ જણાવ્યું હતું.

મોગલધામ મંદિરે ફુટ ઓવરબ્રિજ બનાવવા માટેની પ્રગતિ અંગે નેશનલ હાઈવેના અધિકારીએ વિગતો આપી હતી. આગામી સમયમાં GSRTC ના ડ્રાઈવરોને એક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવનાર હોવાની વિગતો બારડોલી આરટીઓ અધિકારીએ આપી હતી. આરટીઓ અધિકારીએ રોડ સેફટી અંગે તમામ શાળાના બાળજાગૃત્તિ માટે યોજવામાં આવતા કાર્યક્રમોની વિગતો આપી હતી. રિંગરોડ પર આવેલા એન્થમ સર્કલ પર ટ્રાફિકના નિવારણ માટે SVNIT ને કન્સલન્ટન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે તેના અહેવાલ બાદ ફેરફાર કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, આર.ટી.ઓ, માર્ગ અને મકાન, માહિતી, પોલીસ, હાઈવે, આરોગ્યના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande