CEIR પોર્ટલની મદદથી પોલીસે બે મોબાઇલ શોધી પરત આપ્યા
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી ગુમ થયેલા કુલ બે મોબાઇલ ફોન, જેની કુલ કિંમત રૂ. 74,999 થાય છે, સફળતાપૂર્વક શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. જૂ
CEIR પોર્ટલની મદદથી ઉદ્યોગનગર પોલીસે રૂ. 74,999ના બે મોબાઇલ શોધી પરત આપ્યા.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા CEIR (Central Equipment Identity Register) પોર્ટલની મદદથી ગુમ થયેલા કુલ બે મોબાઇલ ફોન, જેની કુલ કિંમત રૂ. 74,999 થાય છે, સફળતાપૂર્વક શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની ગુમ અને ચોરી થયેલા મોબાઇલ ફોન શોધી કાઢવાની સૂચનાના અનુસંધાને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વાળા અને તેમની ટીમે ટેક્નિકલ સોર્સના આધારે CEIR પોર્ટલ પર ગુમ થયેલા મોબાઇલ ફોનનું સતત ટ્રેકિંગ અને મોનિટરિંગ કરી બંને મોબાઇલ ફોન સફળતાપૂર્વક ટ્રેસ કર્યા હતા. શોધી કાઢવામાં આવેલા બંને મોબાઇલ ફોન ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. ઉદ્યોગનગર પોલીસની આ કામગીરીને કારણે મોબાઇલ ગુમાવનાર નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande