પોરબંદરમાં રૂ.2.62 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથયેલી રૂ.2.62 લાખની રાત્રિ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથીએક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોર
પોરબંદરમાં રૂ.2.62 લાખનીઘરફોડ ચોરીનો ભેદ         ઉકેલાયો.


પોરબંદરમાં રૂ.2.62 લાખનીઘરફોડ ચોરીનો ભેદ    ઉકેલાયો.


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન

વિસ્તારમાંથયેલી રૂ.2.62 લાખની રાત્રિ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથીએક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલાસોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.2.54

લાખનોમુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસે આપેલી માહિતી મુજબ ગત તા.21 જુલાઈ, 2026ના રોજ મધુબેન પ્રકાશભાઈ ગોસીયા,

રહે.પોરબંદરે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના રહેણાંકમકાનના તાળા તોડી અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. ચોરોએ ઘરના મંદિરમાં રાખેલા

બોક્સમાંથી અંદાજે સાડા ત્રણ તોલાનો ગંગા-જમના હાર,

પોણા તોલાની લક્કી, અડધા તોલાની બે જોડી કાનની બુટીસહિત રૂ.2,37,500ના સોનાના દાગીના તેમજકબાટ અને પર્સમાં રહેલા રૂ.25,000 રોકડા મળી કુલ રૂ.2,62,500નો મુદ્દામાલ ચોરી કર્યો હતો. આ અંગેકીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.

કલમ 305(એ) હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ

રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ

ચુડાસમા, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા,

નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તેમજ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી. પરમાર અને ઇન્ચાર્જ પીઆઈ એસ.જી. સોલંકીના માર્ગદર્શનહેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ.પી. મોરી અનેતેમની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોરબંદર નેટ્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તથા ટેક્નિકલ સોર્સના આધારે ત્રણ અજાણ્યા શખ્સોની સંડોવણી સામે આવી હતી.

વધુ તપાસમાં બાતમી મળી હતી કે આરોપીઓ

પોરબંદર ચોપાટી વિસ્તારમાં રહે છે. ત્યારબાદ

પોલીસે ચોપાટીગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટી

વિસ્તારમાં દરોડો પાડી કૃષ્ણા રાજેશભાઈ ડાભી

(ઉં.વ.19)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસે તેની

પાસેથી રોકડ રૂ.17,300 તથા રૂ.2,37,500ના સોનાના દાગીના મળી કુલ રૂ.2,54,800નો મુદ્દામાલ

કબજે કર્યો હતો. જેમાં સોનાનો હાર, રૂદ્રાક્ષના પારાવાળીલક્કી તથા બે જોડી કાનની બુટીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મૂળ પંજાબરાજ્યના ભટીન્ડા જિલ્લાના ભાગતાભાઈકા ગામનોરહેવાસી છે અને હાલમાં પોરબંદરની ચોપાટી ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. પોલીસે

તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે જ આ

ચોરીમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી

પાડવા માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande