પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના પીવાના પાણી પુરવઠાને વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવા માટે વિવિધ વિકાસકામો, અમ
પોરબંદર જિલ્લા કલેક્ટરના         અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના પીવાના પાણી પુરવઠાને વધુ કાર્યક્ષમ અને સુદ્રઢ બનાવવા માટે વિવિધ વિકાસકામો, અમલીકરણ હેઠળની યોજનાઓ તેમજ આગામી કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકની શરૂઆતમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પીવાના પાણીના નવા વિકાસકામો તેમજ જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા યોજનાઓની પ્રગતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પૂર્ણ થયેલી તેમજ પ્રગતિ હેઠળની યોજનાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ગ્રામતળમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, નવા બોરવેલ અને પાણીની ટાંકીઓના નિર્માણ, જૂથ પાણી પુરવઠા યોજના, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પ્રગતિ, ગતિ શક્તિ પોર્ટલ પરની એન્ટ્રીઓ, પાણી પુરવઠાને લગતી ફરિયાદોના સમયસર નિવારણ, ક્લોરીનેશનની કામગીરી, જર્જરિત પાણીની ટાંકીઓના પુનઃનિર્માણ તથા જલ સેવા આંકલન જેવા વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નોને કારણે અધૂરી રહેલી અથવા હેન્ડઓવર કરવાની બાકી રહેલી પાણી પુરવઠા યોજનાઓ અંગે પણ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, પાણી પુરવઠા સંબંધિત સેવાઓ માટેના 1916 ટોલ-ફ્રી નંબર પર પ્રાપ્ત થયેલી ફરિયાદો અને તેના નિવારણની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના 'જલ સેવા આંકલન' અંતર્ગત એસેસમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ પ્લાન (DTU ફોર્મ) અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, વાસ્મોના યુનિટ મેનેજર અભિષેક પાંડે સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande