પાટણ જિલ્લાના અડીયા ગામ સ્થિત સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ મંદિરેથી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી 1,350 કિલોમીટરની કાવડ યાત્રાનો ભવ્ય પ્રારંભ
પાટણ, 29 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના અડીયા ગામ સ્થિત સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ મંદિરેથી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી 1,350 કિલોમીટરની કાવડ યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. સતત બીજા વર્ષે યોજાયેલી આ યાત્રામાં 20 કાવડિયાઓ ચંપલ વગર પગપાળા હરિદ્વાર જઈ પવિત્ર
પાટણ જિલ્લાના અડીયા ગામ સ્થિત સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ મંદિરેથી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી 1,350 કિલોમીટરની કાવડ યાત્રાનો ભવ્ય પ્રારંભ


પાટણ, 29 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના અડીયા ગામ સ્થિત સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ મંદિરેથી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી 1,350 કિલોમીટરની કાવડ યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. સતત બીજા વર્ષે યોજાયેલી આ યાત્રામાં 20 કાવડિયાઓ ચંપલ વગર પગપાળા હરિદ્વાર જઈ પવિત્ર ગંગાજળ લઈને પરત દુધેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. યાત્રાના પ્રસ્થાન સમયે 'હર હર મહાદેવ'ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

યાત્રાના પ્રારંભે ગામલોકો અને ભક્તજનોએ કાવડિયાઓને તિલક કરી તેમજ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. અડીયાથી હરિદ્વાર સુધીનો આશરે 1,350 કિલોમીટરનો પ્રવાસ 11થી 12 દિવસમાં પૂર્ણ કરવાનો આયોજન કરવામાં આવ્યો છે. કાવડિયાઓ સમગ્ર યાત્રા દરમિયાન નિષ્ઠા અને શ્રદ્ધા સાથે પગપાળા પ્રવાસ કરશે.

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ 20 કાવડિયાઓ માટે કુલ ₹2.85 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ આ વીમા કવચ યાત્રાળુઓ તેમજ તેમના પરિવારજનોને સુરક્ષાની ભાવના પૂરી પાડવા માટે લેવામાં આવ્યું છે. યાત્રાના પ્રારંભ સાથે અડીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande