વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસે મિત્રની સ્કોર્પિયો લઈ આંટો મારવા નીકળેલા કોલેજિયને વૃદ્ધને કચડ્યા
અમદાવાદ, 29 જુલાઇ (હિ.સ.) : અમદાવાદમાં રોજ હમણાંથી હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે 27 જુલાઈએ પૂરપાટ ઝડપે જતા મોપેડ સવાર સગીર વયના ભાઈ-બહેન સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયા હતા. જે બાદ નીચે પટકાયા હતા. આ ઘટનામાં ભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતુ
A college student who was out to have fun with his friend's Scorpio near the Vatwa Bibi Lake intersection crushed an elderly man.


અમદાવાદ, 29 જુલાઇ (હિ.સ.) : અમદાવાદમાં રોજ હમણાંથી હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે 27 જુલાઈએ પૂરપાટ ઝડપે જતા મોપેડ સવાર સગીર વયના ભાઈ-બહેન સ્ટ્રીટ લાઈટના થાંભલા સાથે અથડાયા હતા. જે બાદ નીચે પટકાયા હતા. આ ઘટનામાં ભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બહેનને ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, ભાઈ-બહેન નીચે પટકાયા બાદ મોપેડ 50 ફૂટ દૂર જઈને પડ્યું હતું.

આજે અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનના ભયાનક CCTV સામે આવ્યા છે. વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસે એક વૃદ્ધ રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે વટવા ગામ તરફથી પુરઝડપે આવેલી સ્કોર્પિયોના ચાલકે વૃદ્ધને ટક્કર મારતા તે બોનેટ સાથે અથડાયા હતા જે બાદ નીચે પડ્યા હતા. છતાંય કારચાલકે કાર ન રોકીને તેમના પર કાર ચઢાવી દીધી હતી. કાર ઉપરથી ફરી વળ્યા બાદ વૃદ્ધ સ્થળ પર બેઠા થયા હતા. એ સાથે દર્દમાં કણસીને વૃદ્ધનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી કાર સાથે ફરાર થયો હતો. જો કે જે ડિવિઝન પોલીસે ગુનો નોંધી અકસ્માત કરનાર 19 વર્ષીય આરોપી રાહુલ યાદવની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, મિત્રની ગાડી લઈને આંટો મારવો નીકળ્યો હતો. વૃદ્ધને ટક્કર મારી તે તેને ખબર ન હતી. ગાડી વૃદ્ધ પરથી ફેરવી દીધી તો તેને એવું લાગ્યું કે ખાડો આવ્યો હશે. એટલે ગાડી ભગાવી દીધી હતી.

28 જુલાઈએ રાત્રે બાર વાગ્યે વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં વટવામાં રહેતા 68 વર્ષીય યુનુસ વોહરા વટવા બીબી તળાવ ચાર રસ્તા પાસેથી પસાર થઇને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે વટવા ગામ તરફથી અચાનક જ એક સ્કોર્પિયોના ચાલકે પુરઝડપે આવીને યુનુસભાઈને જોરદાર ટક્કર મારી દીધી હતી.

સ્કોર્પિયો ચાલકે ટક્કર મારતા જ વૃદ્ધ બોનેટ સાથે અથડાઇને રોડ પર પટકાયા હતા. એટલું જ નહીં વૃદ્ધને ટક્કર માર્યાં બાદ સ્કોર્પિયોના ચાલકે ગાડી રોકવાના બદલે વૃદ્ધ યુનુસભાઇ પર ચલાવી દીધી હતી. ત્યારે ગંભીર ઈજાઓના કારણે વૃદ્ધ ઘટનાસ્થળ પર બેઠા થયા હતા. આ સમયે ત્યાં હાજર લોકો તરત જ વૃદ્ધની બાજુમાં આવી મદદ કરી રહ્યા હતા. જો કે દર્દમાં કણસીને સારવાર દરમિયાન યુનુસભાઈનું મોત નિપજ્યુ હતું.

આ મામલે પોલીસને જાણ કરાતા જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળની બાજુની દુકાનમાં લાગેલા CCTV કબજે કરતા તેમાં સ્કોર્પિયો કાર કેદ થઈ હતી. એટલું જ નહીં પોલીસે તે કારના નંબર આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી. જેમાં પોલીસને સફળતા મળી અને અકસ્માત કરનાર 19 વર્ષીય આરોપી રાહુલ યાદવ (રહે.ઈસનપુર)ની ધરપકડ કરી છે. પોલીસે અકસ્માત થયો એ કારને પણ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લોકોની ભીડવાળી જગ્યાએ આ અકસ્માત થતા રોષ પણ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande