પાટણમાં 141.5 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
પાટણ, 29 જુલાઈ (હિ.સ.) : પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ખાનસરોવર રોડ પર આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે પ્રકાશ નટવરલાલ રાવળ (રહે. ખાનસરોવર રોડ, પાટણ)ને સ્ટ્રીટ લાઈટ પાસે બેઠેલી
પાટણમાં 141.5 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો


પાટણ, 29 જુલાઈ (હિ.સ.) : પાટણ સિટી એ ડિવિઝન પોલીસે ખાનસરોવર રોડ પર આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર નજીકથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે પ્રકાશ નટવરલાલ રાવળ (રહે. ખાનસરોવર રોડ, પાટણ)ને સ્ટ્રીટ લાઈટ પાસે બેઠેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. સરકારી પંચોની હાજરીમાં કરાયેલી અંગઝડતી દરમિયાન તેની પાસેથી કાળા રંગની પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી.

ઘટના સ્થળે FSL અધિકારી અને સરકારી ફોટોગ્રાફરને બોલાવવામાં આવ્યા હતા. FSLની તપાસમાં થેલીમાંથી મળેલો પદાર્થ સુકો ગાંજો હોવાનું સામે આવ્યું હતું. ઇલેક્ટ્રિક વજન કાંટા પર તપાસ કરતાં કુલ 141.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹7,075 હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી ₹5,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન અને ₹70 રોકડ સહિત કુલ ₹12,145નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે NDPS એક્ટની કલમ 8(C), 20(b)(ii)(A) અને 22(a) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રમેશકુમાર ભાણારામ ચાવલા ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande