
અમદાવાદ,30 જુલાઇ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા, એમટીએમના સહયોગમાં 31 જુલાઈના રોજ સાંજે એએમએ ખાતે ડિજિટલ યુગમાં પેરેન્ટિંગ: સ્માર્ટ, સુરક્ષિત અને ભાવનાત્મક રીતે મજબૂત બાળકોનો ઉછેર વિષય પર એક વિચારપ્રેરક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમ જેમ ડિજિટલ ટેકનોલોજી રોજિંદા કૌટુંબિક જીવનમાં ઊંડે સુધી વણાઈ રહી છે, તેમ વાલીઓ માટે સ્ક્રીન ટાઈમ, ઓનલાઈન સુરક્ષા અને ભાવનાત્મક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવું એ નવી પડકારો ઊભા કરી રહ્યું છે.
આ ઇન્ટરેક્ટિવ સત્રનો હેતુ, વાલીઓને આ આધુનિક જટિલતાઓને સરળતાથી સમજવા અને ઉકેલવામાં મદદ કરવા માટે વ્યવહારુ વ્યૂહરચનાઓ, નિષ્ણાતોનું માર્ગદર્શન અને ઉપયોગી માહિતી પૂરી પાડવાનો છે.
ડો. નિશ્ચલ ભટ્ટ (એમ.ડી. પેડિયાટ્રિક્સ; પી.જી.ડી. એડોલેસન્ટ પેડિયાટ્રિક્સ બાળ રોગ નિષ્ણાત અને કિશોરોના આરોગ્ય સલાહકાર, અમદાવાદ); આશા વઘાસિયા (સ્થાપક, વી પોઝિટિવ પેરેન્ટિંગ અને આદી - ધ ગર્ભ સંસ્કાર એપ); કુમાર મનીષ (સ્થાપક, અર્બનવોઈસીસ.ઇન); નૈસર્ગી શાહ (સ્થાપક, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માઈન્ડ ઈવોલ્યુશન, એનએલપી નિષ્ણાત અને વાલી); ફાલ્ગુની પટેલ (સ્થાપક, ચકલી અને વાલી) આ પેનલ ડિસ્કશનને સંબોધશે અને રાજસી ગજ્જર (સભ્ય, એએમએ એક્સ્ટેંશન સર્વિસિસ કમિટી, પાર્ટનર, આરઆઈ કુરામે ઇનોવેશન્સ) આ પેનલ ડિસ્કશનનું સંચાલન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ