સફાઈ અપનાવો, બીમારી ભગાવો: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ અભિયાન
ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન અંતર્ગત શહેરની વિવિધ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય
જન જાગૃતિ કાર્યકમ યોજાયો


ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.)ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અપનાવો, બીમારી ભગાવો અભિયાન અંતર્ગત શહેરની વિવિધ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા અને આરોગ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને ચેપી રોગોનું પ્રમાણ વધતું હોવાથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતાની સારી આદતો વિકસે અને તેઓ પોતાના પરિવારને પણ જાગૃત કરી શકે તે હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું.

કાર્યક્રમ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાબુ અને સ્વચ્છ પાણીથી યોગ્ય રીતે હાથ ધોવાની પદ્ધતિનું જીવંત પ્રદર્શન કરીને સમજાવવામાં આવ્યું હતું. જમતા પહેલાં, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમજ બહારથી ઘરે આવ્યા પછી હાથ ધોવાનું મહત્વ સમજાવી ચોમાસામાં રોગચાળાથી બચવાના સરળ ઉપાયો અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ઘન કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભીના કચરા, સૂકા કચરા, ઘરેલું જોખમી કચરા તથા સેનિટરી વેસ્ટ સહિત ચાર પ્રકારના કચરાનું અલગ-અલગ સેગ્રીગેશન કેવી રીતે કરવું તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કચરાનું યોગ્ય વિભાજન કરવાથી પર્યાવરણનું સંરક્ષણ થાય છે તેમજ સ્વચ્છ શહેરના નિર્માણમાં દરેક નાગરિકનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતા જાળવવા તેમજ પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં પણ આ સંદેશ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે આવા જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવાની સાથે શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને રોગમુક્ત બનાવવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande