ભાવનગર આર.ટી.ઓ. દ્વારા ટુ-વ્હીલર ફેન્સી નંબરની નવી સીરીઝ માટે ઈ-ઓક્શન, 3થી 5 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી
ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.) ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) દ્વારા પ્રાઈવેટ દ્વિચક્રી મોટર વાહનો (મોટરસાયકલ અને સ્કૂટર) માટે નવી ફેન્સી નંબર સીરીઝ GJ-04-FH 0001 થી 9999 માટે ઈ-ઓક્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઈ-ઓક્શનમાં રસ ધરા
ભાવનગર RTO ફાઈલ તસવીર


ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.) ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) દ્વારા પ્રાઈવેટ દ્વિચક્રી મોટર વાહનો (મોટરસાયકલ અને સ્કૂટર) માટે નવી ફેન્સી નંબર સીરીઝ GJ-04-FH 0001 થી 9999 માટે ઈ-ઓક્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઈ-ઓક્શનમાં રસ ધરાવતા વાહન માલિકો તા. 3 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. જ્યારે 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, 2026ના સાંજે 4:00 વાગ્યા સુધી ઓનલાઈન બિડિંગ પ્રક્રિયા ચાલુ રહેશે.

આર.ટી.ઓ. દ્વારા જણાવાયું છે કે અરજદારોએ વાહન પોર્ટલ પર નોંધણી કરી યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી ઈ-ઓક્શનમાં ભાગ લેવો રહેશે. બિડિંગ પૂર્ણ થયા બાદ સફળ અરજદારે નિયત સમયમર્યાદામાં જરૂરી ચૂકવણી કરવાની રહેશે. વાહન ખરીદી બાદ 7 દિવસની અંદર ઓનલાઈન CNA ફોર્મ ભરવું ફરજિયાત રહેશે, જ્યારે હરાજીમાં સફળ થયેલા અરજદારે 5 દિવસની અંદર સંપૂર્ણ રકમ જમા કરાવવી પડશે. સમયસર રકમ ન ભરાય તો ભરેલી બેઝ પ્રાઈસ જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે.

હરાજીમાં નિષ્ફળ રહેલા અરજદારોને તેમણે જે માધ્યમથી ચુકવણી કરી હશે, તે જ માધ્યમથી એસ.બી.આઈ. ઈ-પે દ્વારા રકમ પરત કરવામાં આવશે. ઈ-ઓક્શનની વિગતવાર પ્રક્રિયા અને શરતો વાહન પોર્ટલ પર ઉપલબ્ધ યુઝર મેન્યુઅલમાં આપવામાં આવી છે.

આ ઈ-ઓક્શન સંબંધિત તમામ બાબતોમાં અંતિમ નિર્ણય લેવાનો અધિકાર ભાવનગરના પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને રહેશે. વધુ માહિતી માટે અરજદારોને સત્તાવાર સૂચનાઓનો અભ્યાસ કરવાની અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande