અમદાવાદમાં પહેલા દીપડો, હવે શીલજમાં રસ્તા પર દેખાયો ઝેરી કોબ્રા,વાઈલ્ડ લાઇફ એક્સપર્ટએ રેસ્ક્યૂ કર્યું
અમદાવાદ,30 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરના ગુમા અને શેલા વિસ્તારમાં દીપડો દેખાવોનો ખોફ હજી લોકોમાં ઓછો થયો નથી ત્યાં પોશ વિસ્તાર ગણાતા શીલજમાં પણ રસ્તા પર ભારતનો અત્યંત ઝેરી ગણાતો કોબ્રા સાપ દેખાતા સ્થાનિકોમાં ભય અને દોડધામનો માહોલ સર્જાયો હત
Venomous Cobra Appeared on Road in Sheelaj


અમદાવાદ,30 જુલાઇ (હિ.સ.) અમદાવાદ શહેરના ગુમા અને શેલા વિસ્તારમાં દીપડો દેખાવોનો ખોફ હજી લોકોમાં ઓછો થયો નથી ત્યાં પોશ વિસ્તાર ગણાતા શીલજમાં પણ રસ્તા પર ભારતનો અત્યંત ઝેરી ગણાતો કોબ્રા સાપ દેખાતા સ્થાનિકોમાં ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ એનિમલ લાઈફ કેરના વાઈલ્ડલાઈફ એક્સપર્ટનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સંપૂર્ણ સાવચેતી તેમજ કુશળતાથી કોબ્રા સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું.

રેસ્ક્યુ બાદ સાપને જરૂરી આરોગ્ય તપાસ અને નિરીક્ષણ માટે ફોરેસ્ટ વિભાગની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે એનિમલ લાઈફ કેરના વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીએ લોકોને અપીલ કરી હતી કે ચોમાસાની સિઝનમાં ઝેરી કે બિનઝેરી કોઈપણ સાપ જોવા મળે તો ગભરાશો નહીં અને તેને મારવાનો અથવા જાતે પકડવાનો પ્રયાસ પણ કરશો નહીં.

તેના બદલે તાત્કાલિક પ્રશિક્ષિત રેસ્ક્યુ ટીમ અથવા ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરો. તેમણે ઉમેર્યું કે, વન્યજીવો આપણા પર્યાવરણનો મહત્વનો ભાગ છે અને તેમની સુરક્ષા કરવી દરેક નાગરિકની જવાબદારી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande