જિલ્લા વિકાસ અધિકારીએ બરવાળા તાલુકાના નાવડા પીએચસી અને ગ્રામ પંચાયતોની કામગીરીની સમીક્ષા કરી
બોટાદ, 30 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ બરવાળા તાલુકાના ખમીદાણા અને નાવડા ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નાવડાની સ્થળ મુલાકાત લઈને વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવત
સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી


બોટાદ, 30 જુલાઈ (હિ.સ.)બોટાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ બરવાળા તાલુકાના ખમીદાણા અને નાવડા ગ્રામ પંચાયત તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નાવડાની સ્થળ મુલાકાત લઈને વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા, સુવિધાઓ અને સરકારી યોજનાઓના અમલીકરણ અંગે વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડામાં દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓનો પૂરતો જથ્થો, માતા-બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણ, પ્રસૂતિ સેવાઓ તેમજ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રોગચાળો નિયંત્રણ માટે કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી હતી. આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરીને સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતા, પીવાના પાણીની ઉપલબ્ધતા, કચરા વ્યવસ્થાપન તેમજ વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. ગામલોકો સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે માહિતી મેળવી અને સંબંધિત વિભાગોને સમયસર નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી.

મુલાકાત દરમિયાન અધિકારીઓને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી સમયસર પહોંચે તેમજ આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આવી નિયમિત સમીક્ષા અને સ્થળ મુલાકાતોથી સેવાઓમાં વધુ સુધારો થશે અને ગ્રામજનોને ઝડપી તેમજ અસરકારક લાભ મળી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande