એઆઈએમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વર્ણી સાથે વિવિધ કારોબારી હોદ્દાઓની વરણી કરાઈ
-9નવી કારોબારી સમિતિની રચના વિમલકાંત જેઠવા પ્રમુખ અને નિલેશ પટેલ માનદમંત્રી તરીકે ચૂંટાયા. ભરૂચ, 30 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના વર્ષ 2026–27ના નવા હોદ્દેદારોની પ્રથમ મેનેજિંગ કમિટી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2026–27 માટેની
એઆઈએમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વર્ણી સાથે વિવિધ કારોબારી હોદ્દાઓની વરણી કરાઈ


એઆઈએમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વર્ણી સાથે વિવિધ કારોબારી હોદ્દાઓની વરણી કરાઈ


-9નવી કારોબારી સમિતિની રચના વિમલકાંત જેઠવા પ્રમુખ અને નિલેશ પટેલ માનદમંત્રી તરીકે ચૂંટાયા.

ભરૂચ, 30 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના વર્ષ 2026–27ના નવા હોદ્દેદારોની પ્રથમ મેનેજિંગ કમિટી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2026–27 માટેની નવી કારોબારી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તમામ સભ્યોની સર્વસંમતિથી નવી ટીમની નીમણૂક કરવામાં આવી છે,

જાહેર કરાયેલા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે વિમલકાંત જેઠવા, માનદમંત્રી તરીકે નિલેશ પટેલ, ઉપ-પ્રમુખ તરીકે બાબુ પટેલ અને વાલમજી દેસાઈ, સહ મંત્રી તરીકે પી.આર.રાવ અને ભરત પટેલ તેમજ ખજાનચી તરીકે ચંદુ અકબરીની વરણી કરવામાં આવી છે.

બેઠક દરમિયાન તમામ હોદ્દેદારોનું અભિનંદન આપવામાં આવ્યાં હતા. ઉપસ્થિત સભ્યોએ નવા હોદ્દેદારોના નેતૃત્વમાં એસોસિએશન ઉદ્યોગોના હિત, પારદર્શિતા, સભ્યોના પ્રશ્નોના અસરકારક નિરાકરણ તથા અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ માટે વધુ સક્રિયતાથી કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande