ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા સોમનાથ વહીવટી તંત્ર સજ્જ નાગરિકોને સતર્ક રહી સાવચેતી રાખવા કલેક્ટરની અપીલ
સોમનાથ,30 જુલાઈ (હિ.સ.) સમગ્ર રાજ્યમાં આવતીકાલ 31 જુલાઈ થી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની અગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં
ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા


સોમનાથ,30 જુલાઈ (હિ.સ.) સમગ્ર રાજ્યમાં આવતીકાલ 31 જુલાઈ થી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની અગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

વહીવટી તંત્રની તૈયારીઓને અનુલક્ષીને કલેક્ટરએ જણાવ્યું હતું કે, 31 જુલાઈ થી 3 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતાને અનુલક્ષીને સોમનાથ જિલ્લામાં તકેદારીના પગલા લેવામાં આવ્યાં છે. ડિઝાસ્ટર કંટ્રોલરુમ પણ ચોવીસ કલાક કાર્યરત છે. આપાતકાલીન સ્થિતિમાં ડિઝાસ્ટર ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક સાધી શકાશે.

જિલ્લાના તમામ અધિકારીઓ અને સંલગ્ન વિભાગ સાથે મિટિંગ યોજી અને પીવાના પાણીની સ્થિતિ, દવાઓનો યોગ્ય જથ્થો, સફાઈ સહિત પૂર્વ સમીક્ષા સાથે તકેદારીના પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુ વરસાદની સ્થિતિમાં ઘરે જ રહેવા અને સલામતીને ધ્યાને લઈ બાંધેલા પાલતુ પશુઓ તેમજ ઢોર-ઢાંખરને છૂટા મૂકવા, નદી-નાળા પરથી પાણી વધુ પ્રમાણમાં પસાર થતું હોય ત્યારે કોઈપણ પ્રકારનું બીનજરુરી સાહસ કરી પસાર ન થવા તેમજ આગામી બે દિવસ દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરએ અપીલ કરી છે.

ઉપરાંત, વધુ વરસાદની શક્યતાઓ સંદર્ભે કલેકટરએ વીડિયો કોન્ફરન્સ યોજી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રવાસીઓને બીચ પર ન જવા, જરૂરિયાત મુજબ લોકોના સ્થળાંતર માટે સુરક્ષિત સ્થળોની વ્યવસ્થા, તાલુકા અને ગ્રામ્યકક્ષાના આપદા મિત્રોની યાદી તૈયાર કરવા, આગામી સૂચના સુધી મુખ્ય મથક (હેડક્વાર્ટર) ન છોડવા સહિત તમામ વિભાગોને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી અને વરસાદ અંગેની જરૂરી માહિતી અને સાવચેતીના સંદેશાઓ લોકો સુધી ઝડપથી પહોંચાડવા ખાસ અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande